શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 ડિસેમ્બર 2015 (14:11 IST)

ગાયના ગોબરના છાણા હવે અમેજન(Amazon)અને ઈ-બે(e-bay)પર

હવે જો તમને ગાયના છાણા જોઈએ છે તો તમે હવે કોઈના ઘરે કે કોઈ ગૌશાળા જવાની જરૂર નથી. તમે ફકત એક ક્લિક ઉપર આ છાણા તમારા બારણે આવી જશે. અને તમે વિશ્વાસ નહી કરશો કે એની માંગણી પણ વધારે છે. 
 
છાણા ઓનલાઈન માર્કેટમાં આવી ગયા છે. અને એ Amazon India, Shopclues અને  e-Bay અને બધા એ ઈ-કોમર્સ એનલઈન પર મળી જાય છે એ પણ ઘણા આકર્ષક ઓફરો , વટાવ અને ગિફ્ટ પેકિંગ વિકલ્પ સાથે . 
 
આ ઉતપાદની બધી જાણકારી જેમ કે એમાં શું મિક્સ કર્યા છે , એની ગુણવત્તા ,કલર, વજન કેટલા પીસ છે એક પેકેટમાં આ બધી જાણકારી પણ આપે છે. આ છાણા હવન અને બીજા હિન્દુ પૂજામાં કામ આવે છે. 
 
જાણકારો કહે છે કે આ ઉત્પાદની ઓનલાઈન માર્કેટમાં ખૂબ ડિમાંડ છે ઓનલાઈનના વિક્રેતાઓ આ પ્રોડક્ટ એના એડવર્ટાઈજમેંટમાં  કીમત સાથે દર્શાવે છે. જેમ કે Shopeclues.com પર એના એક પેકેટ જેમાં બે પીસ હોય છે એ છાણા 100 રૂપિયામાં અને Amazon.in એના 8 પીસ 419 રૂપિયામાં વેચે છે.