શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ગુજરાત લોકાયુક્ત મુદ્દા પર ભાજપાનો રોષ

.
PTI
ગુજરાતમાં રાજ્ય સરકારના સલાહ વગર લોકાયુક્તની નિમણૂંક કરવા પર ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે સંસદમાં હંગામો ઉભો કરતા બંને સદાનોની કાર્યવાહી દિવસ ભર માટે સ્થગિત કરી દીધી.

ભાજપા સભ્યોએ લોકસભામાં સવારે કાર્યવાહી શરૂ થતા જ આ મુદ્દાને ઉઠાવ્યો, જ્યારે કે રાજ્યસભામાં પ્રશ્નકાળન પછી આ મુદ્દો ઉઠ્યો.

ભાજપા સભ્યોના સતત કોલાહલને કારણે લોકસભાની કાર્યવાહીને બે વાર સ્થગિત કર્યા પછી આખા દિવસ માટે સ્થગિત કરી દીધી.

બીજી બાજુ રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત થતા પહેલા ત્રણવાર સ્થગિત થઈ.

અડવાણીએ આરોપ લગાવ્યો કે ન્યાયમૂર્તિ(સેવાનિવૃત્ત) આર. એ. મહેતાને રાજ્યના લોકાયુક્ત તરીકે નિયુક્ત કરવાથી સંઘીય માળખાનું ઉલ્લંઘન કર્યુ છે.

અડવાણીએ કહ્યુ, 'અમે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની પાસે જઈશુ અને રાજ્યપાલ કમલા બેનીવાલને પરત બોલાવવાની માંગ કરીશુ.' તેમણે કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ લઈને લોકાયુક્તની નિમણૂંક કરવી જોઈએ હતી.'