શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 21 એપ્રિલ 2008 (09:35 IST)

ગુજરાત વિકાસ મોડલ : મોદી

ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ગુજરાત અન્ય રાજ્યો માટે વિકાસ મોડલ બની ગયું છે તથા આ ઉપલબ્ધીઓ ગુજરાતનાં લોકોની સક્રિય ભાગીદારી અને વિકાસ કાર્યોમાં તેમનાં જોરદાર યોગદાનનાં કારણે શક્ય બની છે.

મોદીએ આ વાત દિલ્હીનાં ગુજરાતી સમાજ દ્બારા તેમનાં અભિનંદન સમારંભમાં સંબોધિત કરતાં કહી હતી. તેમણે કહ્યું હતું કે, જે ગુજરાત માત્ર ઓદ્યોગિક દ્રષ્ટિથી વિકસિત માનવામાં આવતું હતું આજે તે હરિયાળી ક્રાંતિમાં પણ પ્રગતિનાં નવા સોપાન સર કરી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં હરિયાળી ક્રાંતિનાં ફળસ્વરૂપે ખેતી ક્ષેત્રની આવક નવ હજાર કરોડ રૂપિયાથી વધીને 34 હજાર કરોડ રૂપિયા થઈ છે. આ વર્ષે રાજ્યમાંથી યુરોપીય દેશોમાં 1 કરોડ 25 લાખ રૂપિયાના કપાસની નિકાસ કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યનાં બધા ગામોને 24 કલાક વિજળી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત વિદ્યુત બોર્ડ એક સમયે 2500 કરોડ રૂપિયાની ખોટ ભોગવી રહ્યું હતું, જે આજે 400 કરોડ રૂપિયાનાં નફામાં આવી ગયું છે.

દિલ્હી ગુજરાતી સમાજ તરફથી આ પ્રસંગે મુખ્યમંત્રી રાહત કોષ માટે 10 લાખ રૂપિયાનો ચેક ભેટ આપવામાં આવ્યો હતો.