શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 19 ઑગસ્ટ 2013 (09:59 IST)

ગુજરાતમાં બીજેપીને મુસ્લિમોના મત મળી શકે તો લોકસભામાં કેમ નહી ? મોદી

મોદીએ આપ્યો જીતનો મંત્ર, અડવાણીનું સમર્થન

P.R

ગુજરાતના સીએમ અને બીજેપી ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ બીજેપીની ચુંટણીમાં જીતનો નવો મંત્ર આપ્યો છે. દિલ્હીમાં થયેલ ચુંટણી સમિતિની બેઠકમાં મોદીએ દાવો કર્યો કે 2014ના લોકસભા ચુંટણીમાં બીજેપીને મુસ્લિમોનુ ભારે સમર્થન મળશે. મોદીએ પાર્ટી નેતાઓને કહ્યુ કે જો ગુજરાતમાં મુસ્લિમ સમુહ બીજેપી માટે વોટ કરી શકે છે તો લોકસભા ચુંટણીમાં કેમ નહી. મોદીના મુસ્લિમ પ્રેમને લાલકૃષ્ણ અડવાણીએ પણ સમર્થન આપ્યુ છે.

નરેન્દ્ર મોદી ઔપચારિક રૂપે ભલે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર ન કરવામાં આવ્યા હોય પણ બીજેપીની દિશા હવે તેઓ જ નક્કી કરી રહ્યા છે. મોદીને સમાજના બધા વર્ગોને સાથે લઈને ચાલવાની મજબૂરી પણ સમજાવા લાગી છે. તેથી લોકસભા ચુંટણી માટે તૈયાર કરવામાં આવેલ પોતાના બ્લૂપ્રિંટમાં મોદી મુસલમાનોને લોભાવવાની રણનીતિ પણ જોડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીમાં થયેલ પાર્ટી ચુંટણી સમિતિની બેઠકમાં મોદીએ કહ્યુ કે જો ગુજરાતમાં બીજેપીને મુસ્લિમોના 25 થી 30 ટકા વોટ મળી શકે છે તો દેશભરમા કેમ નહી. લોકસભા ચુંટણીમાં ગુજરાતના મુકાબલે બીજેપીને મુસ્લિમ સમુહના વધુ વોટ મળી શકે છે.

મતલબ મોદી એ ધારણા તોડવા માંગે છે કે તેમને મુસ્લિમોનો સાથ નથી મળી શકતો. મોદીની રણનીતિને લાલકૃષ્ણ અડવાણીનુ પણ સમર્થન મળી ગયુ છે. સૂત્રોના મુજબ અડવાણીએ પોતાના સમાપન ભાષણમાં કહ્યુ કે મોદીએ જે કહ્યુ તે ભાષણ નહી પણ ચુંટણી જીતવાનુ બ્લૂપિંટ છે.

મુસલમાનોની વાત કરીને મોદીએ પાર્ટી અંદરનો વિરોધ પણ ખતમ કરવાની કોશિશ કરી છે. મોદીમાં એકદમ જાગેલા મુસ્લિમ પ્રેમનુ સમર્થનમાં બીજેપી આંકડા એકત્ર કરવામાં લાગી ગઈ છે. જો કે પાર્ટીએ જવાબ નથી આપ્યો કે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં બીજેપીએ એકપણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ કેમ નહોતી આપી.

મોદીએ નીતિશ કુમાર પર પણ હુમલો કર્યો. મોદીએ કહ્યુ કે બીજેપી વધુ સીટો લાવશે તો સહયોગી જાતે તેમની પાસે આવશે. મોદીએ શિવસેના અને અકાલીદળની સીટો છોડીને બધી સીટો પર ચુંટ્ણી લડવાની રણનીતિ તૈયાર કરી છે. બદલાયેલ રણનીતિ અને પાર્ટી અંદર એકમત બનતો જોઈ બીજેપી મોદી અને ચુંટણી રણનીતિને લઈને કોઈ ભૂલ કરવા નથી માંગતી. એ જ કારણ છે કે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે બિહારને મોદીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાના પક્ષમાં પ્રસ્તાવ પાસ કરવા પર ખૂબ ફટકાર લગાવી.