ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર - રાહુલ ગાંધી

P.R
ભાજપ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ ક ભાજપ દ્વારા અન્ય દ્વારા કાઢી મૂકવામાં આવેલા ભ્રષ્ટ પ્રધાનોને સામેલ કરવામાં આવી રહ્યા છે. ભાજપ શાષિત રાજ્યોમાં સૌથી ભ્રષ્ટાચારી સરકાર છે. ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ સરકાર હોવાનો સંકેત રાહુલે આપ્યો હતો. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના ભાગરૂપે ઉત્તરપ્રદેશમાં ધ્યાન કેંદ્રીત કરેલુ છે. રાહુલે ઉમેર્યુ હતુ કે જે પ્રધાનોને અન્ય પાર્ટીઓ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે તે સભ્યો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. ભાજપે બાબુસિંહ કુશવાહન પણ લઈ લીધા છે. જે સૌથી ભ્રષ્ટ પ્રધાન હતા. તેઓ સૌથી ભ્રષ્ટ પ્રધાનો પૈકી સ્થાન ધરાવે છે.

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીની રથયાત્રાનો દેખીતી રીતે ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે ભાજપ ભ્રષ્ટાચાર સામે ભારતભરમાં યાત્રા કાઢે છે. પરંતુ તેઓ કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ અને ઝારખંડમાં સૌથી ભ્રષ્ટ સરકાર ચલાવે છે. શનિવારના દિવસે પણ રાહુલે બાબુસિંહ કુશવાહનો મુદ્દો ઉઠાવ્યો હ્તો. રાહુલે દાવો કર્યો હતો કે કુશવાહે સૌથી પહેલા કોંગ્રેસનો સંપર્ક કર્યો હતો. મુખ્યમંત્રી માયાવતી દ્વારા તેમની હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ સૌથી પહેલા કુશવાહે કોંગ્રેસમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી. પરંતુ કોંગ્રેસે તેમની અપીલને ફગાવી દીધી હતી. માયાવતી પર આક્ષેપ કરતા તેમણે કહ્યુ કે નરેગા માટે મોકલવામાં આવેલ હજારો કરોડો રૂપિયાની રકમ લખનૌમાં બેઠેલા લોકો ખાઈ ગયા છે. બસપના ચૂંટણી પ્રતિકનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યુ હતુ કે, મેઝિકલ એલિફેંટ મોટાભાગની રકમ ખાઈ જાય છે. રાહુલ ગાંધીના ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટ સરકારની વાત કરવામાં આવતા આગામી દિવસોમાં હોબાળો થવાની શક્યતા છે.