શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ગુજરાતમાં હવે મતદાન ફરજિયાત !

નકારનોય અધિકાર પણ ગુજરાતે આપ્યો : મોદી

ગુજરાતે તેના 50 મા વર્ષની સુવર્ણજયંતી ઉજવવા તરફ જઈ રહ્યું છે ત્યારે
W.D
W.D
રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાર માટે મતદાન ફરજિયાત બનાવવાનો તેમજ મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામત આપવાનો એક અત્યંત ઐતિહાસિક કાયદો ઘડે કાઢી શનિવારે વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.


રાજ્યના શહેરી વિકાસમંત્રી નીતિનભાઈ પટેલે આ ખરડો રજૂ કરતા જણાવ્યું હતું કે, વિધાનસભાને કાયદો ઘડવા અને બનાવવા માટેનો અધિકાર છે અને તેનો અમલ થઈ રહ્યો છે પરંતુ કેટલાક પ્રસંગો ઐતિહાસિક બની જાય છે જે સમાજ માટે સિમાચિન્હરૂપ હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, આઝાદી મળ્યે 63 વર્ષ થઈ ગયાં છે ત્યારે દેશમાં એક અમૂલ પરિવર્તન માટે ગુજરાત પહેલ કરી રહ્યું છે. મહિલા સશક્તિકરણને રાજકીય ક્ષેત્રે જોડવા, રાજ્યના વિકાસમાં મહિલાઓને સહભાગી બનાવવા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે.

આ માટેના કાયદાને અમલ થતાં જ મહિલાઓ માટે 50 ટકા બેઠકો ઉપલબ્ધ કરાવવા નગરપાલિકા, મહા-નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતોની બેઠકોમાં બેંકી આંકડાની બેઠકો થાય તે પ્રમાણે બેઠકોનો વધારો કરવામાં આવશે. તે પ્રમાણે જ્યાં 7 બેઠકો છે ત્યાં 8 બેઠક કરવામાં આવશે, જ્યાં 16 બેઠકો છે ત્યાં 16 બેઠકો કરવામાં આવશે, જ્યાં 17 બેઠકો છે ત્યાં 18 બેઠકો કરવામાં આવશે. ઉપરાંત શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓમાં જ્યાં 21 બેઠકો છે ત્યાં 24 બેઠકો, જ્યાં 27 બેઠકો છે ત્યાં 28 બેઠકો, જ્યાં 36 બેઠકો છે ત્યાં કોઈ ફેરકાર કરવામાં આવશે નહીં જ્યારે જ્યાં 42 બેઠકો છે ત્યાં 44 બેઠકો કરવામાં અને જ્યાં 51 બેઠકો છે ત્યાં 52 બેઠકો કરવામાં આવશે.

દેશમાં નકારાત્મક મતદાનનો ઐતિહાસિક અધિકાર ગુજરાતે આપ્યો : મોદી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની ચૂંટણીમાં મતદાન ફરજિયાત બનાવવા માટે ગુજરાત સરકારે કરેલી સંવૈધાનિક પહેલને, ભારતની લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે શકવર્તી અને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.

સમગ્ર દેશમાં પ્રથમ વખત મતદાનને ફરજિયાત બનાવવા ઉપરાંત ગુજરાતે વિશિષ્ટ પગલું લઈને મતદારને નકારાત્મક મતદાનનો અધિકાર આપ્યો છે. બધા જ ઉમેદવારોની નાપસંદગી કરવાનો તેમજ નારાજગી, વિરોધ કે આક્રોશની અભિવ્યક્તિ કરવાનો અધિકાર ગુજરાતે આપ્યો છે આનાથી સમગ્ર દેશની વર્તમાન ચૂંટણી વ્યવસ્થા અને રાજનીતિમાં ગુણાત્મક પરિવર્તનનું વાતાવરણ સર્જાશે અને નાગરિકના મતાધિકાર વધુ સુંસિહ્વિત અને નિર્ણાયક બનતા લોકતંત્ર વધુ શક્તિશાળી બનવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ફરજિયાત મતદાન થવાથી ચૂંટણીખર્ચ ઘટશે અને દેશના અર્થતંત્ર ઉપર કાળા નાણાની છાયા દૂર થતાં અર્થતંત્રનું પણ શુદ્ધિકરણ થશે. લોકશાહી સાચા અર્થમાં પરિપક્વ અને શક્તિશાળી બનશે. ભારતના લોકતંત્રને વધુ સ્વાસ્થ્ય બનાવવા 'મતદાર કેન્દ્રી' અને 'નાગરિક કેન્દ્રી' લોકતંત્રને મોડ આપવાની શરૂઆત પણ ગુજરાતે કર્યો છે.