શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2013 (18:34 IST)

ગુજરાતી વ્યંજનોની જાદુગર સેલીબ્રિટી શેફ તરલા દલાલનું નિધન

P.R
જો કોઈ વ્યક્તિ નવુ નવુ ભોજન બનાવતા શીખે છે તો તે તરલા દલાલ રેસીપી બુકને એકવાર જરૂર વાંચે છે. કુક ઈટ અપ વિદ તરલા દલાલ, તરલા દલાલ શો વગેરે જેવા કુકિંગ શો હોસ્ટ કરી ચુકેલ ભારતની પ્રથમ ચર્ચિત અને લોકપ્રિય મહિલા શેફ, ઈંડિયન ફૂડ રાઈટર રહેલ તરલા દલાલનુ 77 વર્ષની વયે આજે સાંજે મતલબ 6 નવેમ્બર 2013ના રોજ હાર્ટએટેકથી નિધન થઈ ગયુ.

ખાવા સાથે સંકળાયેલ 100થી વધુ પુસ્તકોનુ લેખન કરનારી તરલા દલાલ સૌથી મોટી ફૂડ વેબસાઈટ પણ ચલાવતી હતી. જો કે તરલા દલાલની લોકપ્રિયતા હેલ્દી અને સ્વાદિષ્ટ ભોજન જેવી રેસીપીને કારણે મળી હતી. પણ ભારતીય ખાસ કરીને ગુજરાતી વ્યંજનની તે જાદૂગર હતી. વર્ષ 2007માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.

વર્ષ 1936માં પુણેમાં જન્મેલ તરલા દલાલે રસોઈ બનાવવાની કળા પોતાના જ ઘરમાં શીખી અને વર્ષ 1974માં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ પુસ્તકે તેમને લોકપ્રિયતાની હરોળમાં ઉભા કરી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તર પણ તે ખૂબ જ લોકપ્રિય હતી અને તેમના કુકરી શો દક્ષિણ એશિયા લંડન અને અમેરિકાના ટીવી ચેનલ પર પણ આવે છે.