બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: જયપુર , શુક્રવાર, 30 મે 2008 (14:06 IST)

ગુર્જર આંદોલનનો આઠમા દિવસમાં પ્રવેશ

જયપુર. અનુસૂચિત જનજાતિમાં આરક્ષણની માગણી સાથે શરૂ કરાયેલુ ગુર્જર આંદોલન આજે આઠમા દિવસમાં પ્રવેશ કરી ચુક્યુ છે. દરમિયાન રાજસ્થાન સરકાર દ્વારા આંદોલન સમાપ્તીની દિશામાં કોઈ નક્કર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોય તેમ જણાતુ નથી.

આંદોલનની આગ રાજ્યના અન્ય ક્ષેત્રોમાં પ્રસરી રહી છે ત્યારે સરકાર દ્વારા તેને રોકવા માટે પગલા લેવામાં આવે તે ઈચ્છનિય છે. રાજસ્થાન ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતીના પ્રવક્તા ડો. રૂપસિંહે રાજસ્થાન સરકાર પર નિષ્ક્રિયતાનો આરોપ મુકી અને આંદોલનના સમાધાનમાં રૂચિ નહીં દાખવવાનો આરોપ લગાવ્યો હતો. અનુસૂચિત જનજાતિમાં આરક્ષણની ભલામણની ચિઠ્ઠી કેન્દ્ર સરકારને મોકલવાની ગુર્જરોની માગણીને લઈને રાજ્યના દસ શહેરો બંધ છે તેમ છતાંય સરકાર આ મામલાનો ઉકેલ મેળવવા તૈયાર નથી.