શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: શુક્રવાર, 31 ઑગસ્ટ 2007 (16:49 IST)

ગેસ ટેંકર થી કચડાયેલા બે બાળકોના મોત

ગાજિયાબાદ (વાર્તા) ગાજિયાબાદ જિલ્લામાં સાહિવાબાદ પોલીસ મથક વિસ્તારનું ગામ પસોંડાની પાસે આજે વહેલી સવારે એક રિક્ષામાં સવાર બે બાળકોને ગેસથી ભરેલી ટ્રકે કચડી નાખતા બંનેની ઘટના સ્થળે જ મોત થઇ હતી. મરનાર બંને બાળકો સગ્ગા ભાઇ-બહેન હતા.

ક્ષેત્રાધિકારી બાર્ડર સતપાલ યાદવે જણાવ્યું કે સવારે એક ગેસ ટેંકર રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર લાગતા રિક્ષામાં સવાર આરિફ(ઉ.વ-6) અને તેની બહેન નિશા (ઉ.વ-7) કચડાઇ ગયા હતા અને ટેંકરની હડફેટમાં આવેલા આ બંને બાળકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી.

આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક છોડીને નાસી ગયો હતો. ટેંકરને પોલીસે કબજામાં લઇને ડાઇવરની શોધ-ખોળ હાથ ધરી છે.