મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

ગોવાની પાલે બેઠક કોંગ્રેસે જાળવી

કોંગ્રેસે ગોવા વિધાનસભાની પાલે બેઠક માટે 26મી નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

આજે જાહેર થયેલા પરિણામ અનુસાર કોંગ્રેસ ઉમેદવાર પ્રતાપ ગવસે 1534 મતોથી ચૂંટણી જીતી લીધી છે. તેમણે 7867 મેળવ્યા હતા જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવાર ભાજપના પ્રમોદ સાવંતને 6333 મતો મળ્યા હતા.

ભાજપ તરફથી ટીકીટ ના મળતાં અપક્ષ તરીકે ચૂંટણી લડેલા પૂર્વ આરોગ્ય મંત્રી ડો. સુરેશ આમોનકરને 3682 મત મળ્યા હતા. કોંગ્રેસના સદસ્ય ગુરૂદાસ ગવસના નિધનને લીધે આ પેટા ચૂંટણી કરવી પડી હતી. કોંગ્રેસે તેમના ભાઇ પ્રતાપને ઉમેદવારી કરાવી હતી.