શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , મંગળવાર, 22 ઑક્ટોબર 2013 (16:12 IST)

ઘાસ-ચારા ગોટાળામાં દોષી લાલુ યાદવનું સંસદ સભ્યપદ રદ

P.R
રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ અને જનતા દળના નેતા જગદીશ શર્માને આજે લોકસભાથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. આ જાણકારી લોકસભા સચિવાલયના અધિકારીઓએ આપી. રાંચીમાં કેન્દ્રીય તપાસ કાર્યાલયની વિશેષ અદાલતે ચર્ચિત ઘાસ-ચારા ગોટાળા કેસમાં દોષિત ગણાયેલ બન્ને સાંસદોને સજાનું એલાન કર્યું હતું. આ પહેલા કાલે ભષ્ટ્રાચારના એક કેસમાં જેલમાં બંધ કોંગ્રેસ સાંસદ રશિદ મસૂદની રાજ્યસભા સભ્યપદ રદ્ કરવામાં આવ્યુ હતુ.

બિહારના સારણ સીટથી સાંસદ લાલૂ પ્રસાદની સંસદ સભ્યપદ રદ કરવામાં આવી છે. લાલૂ યાદવને ઘાસ-ચારા ગોટાળાથી જોડાયેલા એક કેસમાં 5 વર્ષ માટે જેલમાં બંધ છે. લાલૂએ પોતાની રાજનીતિ કારકિર્દી 1977માં શરૂ કરી હતી. તેઓ પહેલી વાર બિહારના છપરા સંસદીય સીટથી સાંસદ બન્યા હતા. પછીથી તેઓ બિહારના મુખ્યમંત્રી પણ બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બર 2013 રાંચીની સીબીઆઈ કોર્ટે ચારા ગોટાળામાં રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ યાદવને દોષિત ગણાવ્યા હતા. કોર્ટે 44 બીજા આરોપીઓને પણ દોષિત ગણાવ્યા. 3 ઓકટોબરે કોર્ટે તેમના 5 વર્ષની સજા સંભળાવી. ત્યારબાદથી લાલૂ બિરસા મુંડા જેલમાં બંધ છે.