ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: રાયપુર , શનિવાર, 16 નવેમ્બર 2013 (15:06 IST)

ચા વેચીને ગુજરાતનો વિકાસ શક્ય નહોતો - મોદી પર રાજ બબ્બરનો કટાક્ષ

P.R
કોંગ્રેસી નેતા રાજ બબ્બરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પીએમ ઈન વેઈટિંગ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતા જગ જાહેર થઈ ચૂકી છે. હવે લોકો તેમની માનસિક નાદારીને ઓળખી ચૂક્યા છે, આથી હવે દેશમાં ફરી-ફરીને લોકોને મામૂ બનાવી રહ્યા છે. મોદી આવી રીતે બધાને ફોસલાવવાનું બંધ કરે.

કોંગ્રેસ ભવનમાં શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ બબ્બરે કહ્યું કે ચા વેચીને કોઈ રાજ્યનો કે દેશનો વિકાસ નથી થઈ શકતો. આનાથી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતાની ઓળખ થાય છે. હવે તેમણે દેશને જણાવવું જોઈએ કે તેમના સંબંધ કેટલા ઉદ્યોગપતિ સાથે છે. દેશની જનતાને તેઓ મૂર્ખ બનાવતા ના ફરે. તેમણે કહ્યું કે મોદી જ નહીં તે સ્વયં પણ ચા વેચનારા એક ગરીબ પરિવારમાંથી છે. કોંગ્રેસ પણ ગરીબ વર્ગના લોકોને તક આપે છે.

મોદીએ જણાવવું જોઈએ કે તેમણે ચા વેચીને કઈ રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિના આધાર પર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે, બાકી ગુજરાતનો વિકાસ શક્ય નહોતો.