મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બુધવાર, 6 ઑગસ્ટ 2008 (15:42 IST)

ચુંટણી ન લડતાં પક્ષોનું રજીસ્ટ્રેશન રદ્દ થાય-ગોપાલસ્વામી

ચુંટણી પંચનાં અધ્યક્ષ એન.ગોપાલસ્વામીએ જણાવ્યું છે કે જે રાજકીય પક્ષ છેલ્લાં પાંચ કે તેથી વધુ સમયથી ચુંટણી લડી નથી રહ્યું તેનું રજીસ્ટ્રેશન રદ્દ કરી શકે, તેનો હક્ક ચુંટણી પંચ પાસે હોવો જોઈએ.

ગોપાલસ્વામીએ પૈસા અને કાળા નાણાંને સફેદ બનાવવા માટે રાજકીય પક્ષનાં નામનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે. પંચનાં અધ્યક્ષ મંગળવારે લોકતંત્ર વિષય પરનાં એક સેમિનારમાં ભાગ લેવા આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ચુંટણી પંચ પાસે રાજકીય પાર્ટીનું રજીસ્ટ્રેશન કરવાની સત્તા છે. પણ તેને રદ્દ કરવાની સત્તા નથી. અત્યારે દેશમાં 967 રાજકીય પક્ષો છે. જેમાંથી મોટાભાગનાં પક્ષો કાળા ધનને સફેદ કરવાનું કામ કરે છે.

આ પ્રસંગે તેમણે એક રાજકીય પાર્ટીનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે તે પાર્ટીને નાણાં મળે છે, પણ કોઈ પ્રકારની રાજકીય ગતિવિધિ કરતી નથી. તે પાર્ટી એક રૂમ, એક ખુરશી અને એક ટેબલ પર જ ચાલે છે. ગોપાલસ્વામીએ માંગ કરી હતી કે અમને એવી સત્તા હોવી જોઈએ, જેમાં લેભાગુ રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન રદ્દ કરી શકીએ..