ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 મે 2014 (14:56 IST)

ચૂંટણી પરિણામ પહેલાં જ ભાજપ તલપાપડ,ઠેર ઠેર વિજ્યોત્સવની ભવ્ય તૈયારીઓ

ચૂંટણી પરિણામ પહેલાં જ ભાજપ તલપાપડ,ઠેર ઠેર વિજ્યોત્સવની ભવ્ય તૈયારીઓ

એરપોર્ટ પર ભવ્ય સ્વાગત,બાદમાં રોડ શો
 
મોદીના સ્વાગત માટે ભાજપને મોટો પ્લાન બનાવ્યો છેૢદિલ્હીમાં મોદીના ભવ્ય સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 17મી મેના રોજ મોદી દીલ્હી જશે ત્યારે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા 25 હજાર કાર્યકર્તા પહોંચશે. ત્યાર બાદ તેઓ એરપોર્ટથી પાર્ટી કાર્યાલય સુધી રોડશો થશે. 
 
ચૂંટણી પરિણામ બાદ મોદી શું કરશે
 
લોકસભા ચૂંટણી પરિણામ 16મેના રોજ આવશે.17મી મેના રોજ દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક થવાની છે. જેમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. બેઠકમાં આગળની રણનીતિ ઓપ આપશે. આ બેઠકમાં સામેલ થવા 17મેના રોજ દિલ્હી જઈ રહ્યાં છે. 
 
દેશભરમાં ભાજપ દ્વારા સ્થાનીય કક્ષાએ ભાજપના નેતાઓને તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈ જેવા શહેરોમાં લાડૂના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કાર્યકર્તાઓની જરૂરી કામગીરી સોંપી દેવામાં આવી છે.