ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

છ મહિના, 64 વિસ્ફોટ, 215ના મોત

દેશમાં પાછલા છ મહિનામાં 64 સિરિયલ બ્લાસ્ટ થયા છે, જેમં 215 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા છે.

ક્રમવાર થયેલા ધમાકાઓએ આ વર્ષે જયપુરમાં મે મહિના પછી જોર પકડ્યુ. ત્યારે નવ ધમાકાથી ગુલાબી નગરી કાંપી ઉઠી હતી. એ ધમાકાઓમાં 65 લોકોના મૃત્યુ થયા હતા અને 150 લોકો ઘાયલ થયા હતા.

ત્યારબાદ બેંગલુરૂમાં નવ ધમાકા થયા. તેના એક દિવસ પછી જ અમદાવાદમાં 18 સીરિયલ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યુ. તેમા 57 લોકોના મૃત્યુ થયા અને અન્ય 130 લોકો ઘાયલ થયા.

રાષ્ટ્રીય રાજઘાની દિલ્લી પણ ક્રમવાર ધમાકાઓથી બચી ન શકી. અહીં થયેલા છ ક્રમવાર ઘમાકાઓમાં 26 લોકો માર્યા ગયા અને 50 બીજા ઘાયલ થયા. મંત્રાલયે કહ્યુ સરકારે તાજેતરમાં દિલ્લીની કડક સુરક્ષા કરવાના ઘણા પગલાં લીધા છે. આ ઘટના પછીના થોડા જ દિવસોમાં ત્રિપુરામાં ચાર સીરિયલ બ્લાસ્ટ થયા.