શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 8 માર્ચ 2014 (15:32 IST)

છત્તીસગઢમાં એક એલિયન જેવી બાળકીનો જન્મ થયો !!

P.R


છત્તીસગઢના કેશકાલમાં એક વિચિત્ર બાળકીનો જન્મ થયો છે. આ બાળકીનુ શરીર લીલા રંગનું છે અને તેના શરીર પર કાચબા જેવી ધારીઓ છે. આ બાળકી લોકો વચ્ચે કુતૂહુલનો વિષય બનેલી છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે આ બાળકીને જોવા લોકોની ભીડ હોસ્પિટલમાં ઉમટી રહી છે. કોઈ તેને દેવીનો અવતાર બતાવી રહ્ય છે તો કોઈ એલિયનનો દરજ્જો આપી રહ્યા છે.

એવુ કહેવાય છે કે બાળકી સામાન્ય બાળકો કરતા એકદમ અલગ જ શરીર લઈને જન્મી છે. ગર્ભમાં સાત મહિના સુધી રહેલ બાળકીનો રંગ લીલો અને તેના શરીરમાં કાચબા જેવી ધારીદાર આકૃતિ બનેલ છે. એટલુ જ નહી તેનુ માથુ પણ પૂર્ણ રૂપથી વિકસિત થયુ નથી. તેના શરીરના અનેક ભાગ વિકસિત થયા નથી. તો અનેક ભાગ એવા છે જે વધુ પડતા વિકસિત થઈ ચુક્યા છે.

બાળકીના મોઢાનો ભાગ વિકસિત થઈ ચુક્યો છે, જ્યારે કે કાન વિકસિત થઈ શક્યો નથી. આંખો પણ પૂરી રીતે બની નથી શકી તેહી તે લાલ દેખાય રહી છે.

ડોક્ટરોનુ કહેવુ છે કે આ બાળકી એક ગંભીર બીમારી હાર્લેક્વિનથી પીડિત છે. ડોક્ટરો મુજબ આ પ્રકારની સમસ્યા લાખોમાંથી એક કેસમાં જોવા મળે છે. શિશુ રોગ વિશેષજ્ઞ ડો.બી.આર. ભગતનું કહેવુ છે કે હાર્લેક્વિન એક સિન્ડ્રોમ હોય છે. જેના કારણે આવી શારીરિક વિકૃતિયો થાય છે. તેમનુ કહેવુ છે કે જો બાળકોના માતા પિતા તૈયાર હોય તો તેને રાયપુર મેડિકલ કોલેજમાં લાવીને વિશેષજ્ઞો દ્વારા અભ્યાસ કરી તેના રોગની જાણ કરી શકાય છે. જો કે તેમણે જણાવ્યુ કે આ પ્રકારના બાળકોના જીવતા બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.