ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

છેવટે લોકપાલ બિલ સંસદમાં પસાર

P.R
લોકપાલ બિલ પર ચાલતી ચર્ચા પર સરકાર વતી પ્રણવ મુખરજીએ જવાબ આપતા કહ્યું છે કે આ લોકપાલને સરકારી લોકપાલ કહેવું ખાટું છે. તેમણે કહ્યું કે અનામત અને ગૃપ સી અને ડીનાં કર્મચારીઓને લોકપાલમાં સમાવિષ્ટ ન કરવા સહિતનાં મુદ્દાઓની તમામ પક્ષો સાથે ચર્ચા થઇ છે. આ લોકપાલમાં તમામ પક્ષોના સુચનોને અમલ કરવાનાં પ્રયાસો થયાં છે એટલે એવા આરોપો મુકવા કે તેમની જાણ બહાર ઘણાં મુદ્દાઓનો સમાવેશ આ બિલમાં થયો છે.એમણે કોઇનાં દબાણ હેઠળ આ બિલ તૈયાર કર્યા હોવાનો ઇન્કાર કર્યો.

તેમણે ભાજપ પ્રમુખ નિતિન ગડકરીનાં એક પત્રને ટાંકતા કહ્યું કે ખુદ નિતિન ગડકરીએ તેમને લખ્યું હતું કે કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને છે. તેમણે લોકાયુક્તની નિયુક્તિને લઇને સંઘિય પ્રહાર થઇ રહ્યા હોવાના આરોપો પણ ખોટા છે. યશવંતસિંહાએ વડાપ્રધાન મનમોહનસિંહનાં ભાષણને વિદાઇ ભાષણ કહેવું પણ યોગ્ય નથી. ભાજપે ચૂંટણી માટે 2014ની રાહ જોવી જોઇએ. વડાપ્રધાને નવા યુગની શરુઆત કરી. લોકપાલ સમિતિમાં વડાપ્રધાન અને સ્પિકર હોવાથી સમિતિ સરકારી થઇ જતી નથી. તેમણે કહ્યું કે રાજ્યોની અનુમતી વગર લોકાયુકતની નિયુક્તિ ન કરવાનાં સંશોધન પણ લાવવાની વાત કરી.

પ્રણવ દા એ કહ્યું કે તેમણે ટીમ અન્ના સાથે 9 રાઉન્ડ વાતચિત કરી આ ઉપરાંત 25 મુખ્યમંત્રીઓને પત્ર લખીને તેમનાં આ મામલે સુચનો મંગાવ્યા અને ત્યારબાદ આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમણે કહ્યું કે ભલે આ બેસ્ટ બિલ નથી પણ આનાથી બેસ્ટ બિલ બને તેવું હાલમાં શક્ય નહોતું.અને આવનારા દિવસોમાં આમાં સુધારો કરતા રહેશે. વિપક્ષે મોંઘવારી અને રીટેઇલમાં વિદેશી રોકાણ મામલે કેમ ચર્ચા ન કરી.

પ્રણવે અન્ના પર પ્રહાર કરતાં કહ્યું કે કાયદો બનાવવાની સત્તા માત્ર સંસદ કે વિધાનસભાને જ છે રસ્તા પર કાયદા ન બનાવી શકાય. તેમણે સરકારી હસ્તક્ષેપનાં આરોપને ફગાવતાં કહ્યું કે સીવીસી અને ચિફ ઇલેક્શન કમિશનરની નિયુક્તિ સરકાર કરે છે એટલે તેમાં સરકારી હસ્તક્ષેપ ન કહી શકાય. સીબીઆઇને લઇને કેમ સવાલ ઉભા કરાય છે તે તેમને સમજાતા નથી.તેમણે ખુલાસો કરતાં કહ્યું કે સેનાની ત્રણ પાંખ અને કોસ્ટ ગાર્ડ લોકપાલનાં દાયરામાં નહીં આવે.