શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

છોટા રાજને ધમકી આપી - અમરસિંહ

સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ અમરસિંહે દાવો કર્યો છે કે અંડરવર્લ્ડ ડૉન છોટા રાજને તેમને ફોન પર ધમકી આપી છે કે તે સંજય દત્તને પાર્ટીનાં ઉમેદવાર અબુ આઝમી માટે ચૂંટણી પ્રચાર ન કરવા દે. આઝમી મુંબઈની ઉત્તર પશ્ચિમ સીટથી ઉમેદવાર છે.

અમરસિંહે કહ્યું કે ગુરૂવારે જ્યારે તેઓ લખનઉમાં હતાં ત્યારે કોઈએ અજાણ્યા નંબરથી તેમના મોબાઈલ પર ફોન કર્યો. અમરસિંહનો દાવો છે કે છોટા રાજને તેની સાથે ઘણી વિનમ્રતાથી વાત કરી, પણ એ વાત સાફ-સાફ કહી દીધી કે સંજય દત્ત અબુ આઝમી માટે પ્રચાર ન કરે.

આ સાથે જ અમરસિંહનો દાવો છે કે છોટા રાજને એમ પણ કહ્યું કે તે ગુરૂદાસ કામતનાં મિત્ર છે, જે ઉત્તર-પશ્વિમ સીટથી જ કોંગ્રેસના ઉમેદવાર છે.

અમરસિંહે આરોપ લગાડતા કહ્યું કે જ્યારે તે અને સંજય દત્ત ગુરૂવારની રાત્રે મુંબઈ પહોંચ્યાં તો અમે જોયું કે અમારી સુરક્ષા માટે કોઈ પોલીસકર્મી ન હતો. જ્યારે તેઓ ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવવાના હકદાર છે.

અમરસિંહનું કહેવું છે કે તેમણે આ વાત તુરંત મુખ્યમંત્રી અશોક ચૌહાણને પણ કરી. સિંહનાં જણાવ્યાનુસાર અશોકે તેમને આ મુદ્દે લેખિત ફરિયાદ કરવાનું પણ કર્યું.

પાર્ટીનાં મહાસચિવે કહ્યું કે તે એવું ઈચ્છતાં ન હતાં કે સંજય દત્ત અંડરવર્લ્ડના પ્રકરણમાં પડે એટલા માટે તેમણે સંજૂબાબાથી અબુ આઝમી માટે પ્રચાર ન કરવા માટે કહ્યું. અમરસિંહે એમ પણ કહ્યું કે તેમને અજાણ્યા નંબરેથી આવેલા કોલને રેકોર્ડ કર્યો ન હતો. અમરસિંહના કહ્યા પ્રમાણ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ.કે. નારાયણન અને ચુંટણી પંચ સમક્ષ આ વિશે વાત કરી છે.

બીજી તરફ ગુરૂદાસ કામતે અમરસિંહના દાવાને ખોટો ઠેરાવ્યો છે. કામતનાં અનુસાર અમરસિંહને ધમકી મળ્યાં બાદ પૂરી વાતને સામે લાવવામાં 24 કલાક કેમ લાગી ગયાં. કામતે એમ પણ કહ્યું કે જ્યારે તેમને લખનઉમાં ફોન પર ધમકી મળી હતી. તો તેમણે લખનઉમાં કેમ ફરિયાદ ન કરી. કામતનો આરોપ છે કે અબુ આઝમી નબળા ઉમેદવાર છે એટલા માટે અમરસિંહ આ પ્રકારના પ્રપંચ અજમાવી રહ્યાં છે.