શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

જમીન સંપાદન કાયદામાં સંશોધન પર વિચાર

નવી દિલ્હી. કેન્દ્ર સરકાર જમીન સંપાદન કાયદામાં સંશોધન પર વિચાર કરી રહી છે. તેનો હેતુ નાણાકીય મદદની સાથે મનોવૈજ્ઞાનિક રીતે પણ રાહત સુનિશ્ચિત કરવાનો છે. સરકારે એમ પણ કહ્યું હતું કે, વિશેષ આર્થિક ક્ષેત્ર (સેઝ) માટે કોઈપણ કૃષિ કે સિંચાઈની જમીન લેવામાં નહીં આવે.

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ તરફથી રિલીફ ફંડ રિહેબિલિટેશન ઓફ ડિસપ્લેસ્ડ પર્સન્સ વિષય પર આયોજીત સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલે કહ્યું હતું કે, અમે અત્યારનાં કાયદામાં કેટલીક અન્ય ચીજોને સામેલ કરવા પર વિચાર કરી રહ્યાં છીએ. આ બાત સ્થાયી સમિતિ સમિતિ પાસે છે અને ટૂંક સમયમાં જ સંસદ તેનાં પર વિચાર કરશે.

તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જમીન વેચવા તૈયાર નથી અને તેનું જનહિત માટે કાયદેસર રીતે સંપાદન કરવામાં આવ્યું છે એવામાં તેનાં માટે સંબંધિત વ્યક્તિને નાણાકીય મદદ સાથે મનોવૈજ્ઞાનિક રીતે પણ રાહત આપવી જોઇએ. આ સિવાય જમીનનાં બદલે જમીન પર પણ વિચાર કરવામાં આવી શકે છે.

જમીન સંપાદન કાયદો 1894 સરકારને જનહિત સિવાય કંપની કાયદા હેઠળ રજીસ્ટ્રેશનવાળી કંપનીઓ માટે જમીન સંપાદનનો અધિકાર આપે છે.