શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 26 ઑગસ્ટ 2008 (22:19 IST)

જયપુર બ્લાસ્ટમાં 7ને રિમાન્ડ

જયપુર બ્લાસ્ટમાં મુખ્ય શકમંદ શાહબાઝ હુસેને એવો ધડાકો કર્યો છે કે, દિવાળીની આસપાસ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

પુછપરછ દરમિયાન શાહબાઝે કહ્યું હતું કે, જયપુર અને દિલ્હીમાં ધડાકા કરવાનું કામ તેને સોંપવામાં આવ્યું હતું. સિમીના વડા સફદર નાગોરી તરફથી સુચના અપાઇ હતી.

જયપુર પોલીસના સુત્રોએ આજે કહ્યું હતું કે, ગુલાબી નગરીને ટારગેટ બનાવવાના કાવતરાને એપ્રિલમાં આખરી ઓપ અપાયો હતો. આ પહેલા શાહબાઝ અને તૌકીર નામના અન્ય શખ્સે મુખ્ય ટારગેટ વિસ્તારની રેકી કરી હતી.

અમદાવાદ બ્લાસ્ટના ભેજાબાજ અબુ બશીર દ્વારા આ કાવતરાને મંજૂર કરવામા આવ્યું હતું. તેની યોજનાઓ અંગે વિગત આપતાં શાહબાઝે કહ્યું કે, દિલ્હી ઉપરાંત ઉજ્જૈનના જાણીતા મહાકાલેશ્વર મંદિરને લક્ષ્ય બનાવવાનું કહેવાયું હતું.

જયપુરમાં 13મી મેના સિરિયલ બ્લાસ્ટના સંદર્ભમાં પુછપરછ માટે એક સપ્તાહ અગાઉ કોટાથી અટકાયતમાં લેવામાં આવેલા સિમિના સાત શકમંદાને 7મી સપ્ટેમ્બર સુધીમાં રિમાન્ડ ઉપર સોંપાયા છે.

સાત આરોપીઓમાં ઇરફાન ઉર્ફે રાજા, નજાકત, મહેંદી હસન, અમાનઉલ્લા ઉર્ફે અમન, ડો. યુનુસ, તૌફીક અને ડો. ઇશાકનો સમાવેશ થાય છે.