બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 26 એપ્રિલ 2013 (12:56 IST)

જૂજ લોકોને ખબર છે, આસારામબાપુ પર ‘સાંવરિયા’નામની ફિલ્મ બની રહી છે

P.R
જૂજ લોકોને ખબર છે કે આસારામબાપુ પર ‘સાંવરિયા’નામની ફિલ્મ બની રહી છે. ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે. આ ફિલ્મમાં આસારામબાપુનું કૅરૅક્ટર ગાયક ટર્ન ઍક્ટર અરુણ બક્ષી ભજવવાના છે. ઍક્ટરે પોતે કબૂલ કર્યું છે કે ‘સાંવરિયા’ ફિલ્મમાં તે શ્યામ ખટાઉ નામના એક એવા માણસનું કૅરૅક્ટર કરે છે જે આગળ જતાં આસારામબાપુ બને છે. આ કૅરૅક્ટર આસારામબાપુના જીવન પર આધારિત છે.

આસારામબાપુની બાયોગ્રાફી જેવી આ ફિલ્મમાં એક માણસ કઈ રીતે કૉન્સ્ટેબલમાંથી સંન્યાસ તરફ વળ્યો એની વાત છે તો સાથોસાથ આસારામબાપુ સાથે સંકળાયેલા તમામ વિવાદોને પણ એમાં આવરી લેવામાં આવ્યા છે. ફિલ્મની સાથે સંકળાયેલા યુનિટની એક વ્યક્તિએ કબૂલ કર્યું છે કે ‘ફિલ્મમાં બે ક્લાઇમૅક્સ તૈયાર કરવામાં આવી છે. એમાંથી એક ક્લાઇમૅક્સ આસારામબાપુને પૉઝિટિવ દર્શાવે છે તો બીજી ક્લાઇમૅક્સ આસારામબાપુને નેગેટિવ દર્શાવે છે. જો આસારામબાપુના ભક્તો વિવાદ કરશે અને ફિલ્મને રોકવાનો પ્રયાસ કરશે તો ક્લાઇમૅક્સ ચેન્જ કરવાની તૈયારી રાખવામાં આવી છે.’

આસારામબાપુનું પબ્લિક રિલેશન્સનું કામ સંભાળતા તેમના ભક્ત ગિરીશ પટેલનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે ‘આસારામબાપુનું નામ, તેમનો ગેટ-અપ કે તેમના જીવનની કોઈ ઘટના કે પ્રસંગને આવરી લેવામાં આવશે તો આશ્રમ દ્વારા ફિલ્મ પર સ્ટે લાવવામાં આવશે. પછી ભલે એ ફિલ્મમાં બાપુને હકારાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હોય.’