બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 14 ઑગસ્ટ 2014 (11:21 IST)

જેટ એયરવેઝના વિમાનના એંજિનમાં લાગી આગ, બધા 80 મુસાફરો સુરક્ષિત બહાર કઢાયા

. દિલ્હીથી ભોપાલ આવી રહેલ જેટ એયરવેઝના વિમાનના એંજિનમાં ગુરૂવારે આગ લાગી ગઈ. જોકે યોગ્ય સમયે એલાર્મ વાગવાથી પાયલોટે વિમાન રોકી દીધુ અને મોટી દુર્ઘટના ટળી ગઈ.  બીજી બાજુ જેટના જ એક અન્ય વિમાનમાં પાયલોટોની બેદરકારીનો મામલો સામે આવ્યો છે. આ વિમાન મુંબઈથી બ્રૂસેલ્સની ઉડાન પર હતુ. આ દરમિયાન એક પાયલોટ સૂઈ ગયો. બીજો ટેબલેટ પર વ્યસ્ત હતો. બંને મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. 
 
એંજીનમાં આગ - માહિતી મુજબ સવારે  5.45 વાગ્યે દિલ્હીથી ભોપાલ આવનાર જેટ એયરવેઝની નિયમિત ફ્લાઈટ 9W-2654માં 80 મુસાફરો સવાર હતા. એટીઆર-72 શ્રેણીનુ આ વિમાન રનવે પર હતુ. ત્યારે કૉકપિટમાં ફાયર એલાર્મ ઉઠ્યો. જેનાથી પાયલોટે વિમાનને રોકી દીધુ.  તપાસમાં જાણ થઈ કે વિમાનના ડાબા એંજીનમાં થોડો ધુમાડો ઉઠી રહ્યો હતો. જેના કારણે ફાયર એલાર્મ વાગી ઉઠ્યો.  પાયલોટ અને એયરપોર્ટ સ્ટાફની સાવધાનીને કારણે બધા મુસાફરોને સુરક્ષિત ઉતારી લીધા અને આ રીતે મોટી દુર્ઘટના થતી બચી ગઈ. ત્યારબાદ બધા મુસાફરોને બીજા વિમાનથી ભોપાલ રવાના કરવામાં આવ્યા.  જેટ એયરવેઝ અને ડીજીસીએ તપાસ શરૂ કરી દીધી છે.