શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 13 એપ્રિલ 2013 (11:01 IST)

જેડીયુનુ રાષ્ટ્રીય અધિવેશન, મોદીના નામ પર થશે મંથન

P.R
દિલ્હીમાં આજથી જેડીયૂને બે દિવસના રાષ્ટ્રીય અધિવેશન શરૂ થવા જઈ રહ્યુ છે. આ અધિવેશનમાં પાર્ટી બેજેપીની સાથે પોતાના સંબંધોની સમીક્ષા કરી શકે છે. બીજેપી જો નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા પર જોર આપે છે.તો જેડીયૂની રણનીતિ શુ હશે. આના પર સૌની નજર ટકી છે. જાણવા મળ્યુ છે કે આ દરમિયાન બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને શરદ યાદવ સાથે વાત કરીને કહ્યુ છે કે પીએમ ઉમેદવાર પર દબાણ બનાવવાને બદલે સાથે બેસીને મુદ્દાનો ઉકેલ લાવો.

બીજેપી તરત બતાવે પીએમ કેંડીડેટનુ નામ

લગભગ ચાર વર્ષ પછી દિલ્હીમાં આજથી શરૂ થઈ રહેલ જેડીયૂના રાષ્ટ્રીય અધિવેશન બીજેપીની સાથે તેના સંબંધોનું ભવિષ્ય નક્કી કરશે. પીએમ પદની ઉમેદવારીને લઈને જેડીયૂ અને બીજેપીનુ ઘમાસાન ચરમ પર પહોંચતી દેખાય રહી છે. જેડીયૂ ઈચ્છે છે કે પીએમ પદ માટે બીજેપી તરત પોતાનુ વલણ સ્પષ્ટ કરે અને લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારના નામનુ એલાન કરી દે. માનવામા આવી રહ્યુ છે કે અધિવેશનમાં જેડીયૂ આ સાથે જોડાયેલ પ્રસ્તાવ પાસ કરી શકે છે.