શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 30 ડિસેમ્બર 2013 (17:50 IST)

જેને હારવુ હોય તે 'અમેઠી'થી ચૂંટણી લડે - કુમાર વિશ્વાસને કોંગ્રેસનો જવાબ

P.R

આમ આદમી પાર્ટીના ફાયરબ્રાંડ નેતા કુમાર વિશ્વાસે રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીથી લોકસભા ચૂંટણી લડશે. આ અંગેની અટકળો તો પહેલાથી જ હતી અને હવે સોમવારે પાર્ટીમાં ટિકિટ માટે આરજી આપીને કુમાર વિશ્વાસે પોતે જ આ ચર્ચા પર સચ્ચાઈની મોહર લગાવી દીધી છે.

કુમાર વિશ્વાસના આ પ્લાન પર મજાક ઉડાવતા કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યુ કે જેને હારવાની ઈચ્છા હોય તે અમેઠીથી ચૂંટણી લડી શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ કુમાર વિશ્વાસે બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને ચૂંટણી માટે પ્રત્યક્ષ રીતે લલકાર્યા હતા. કુમાર વિશ્વાસે કહ્યુ કે મોદી પાસે ફક્ત શબ્દો છે તેમણે વંશવાદી રાજનીતિનો અંત લાવવા માટે કોઈ પગલા લીધા નથી. કુમાર વિશ્વાસે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ અમેઠી લોકસભા સીટથી મારા વિરુદ્ધ ચૂંટણી લડવી જોઈએ. એટલુ જ નહી બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ અને નીતિન ગડકરીને પણ પડકાર આપ્યો.

કુમાર વિશ્વાસના આ પડકાર પર બીજેપી નેતા અરુણ જેટલીએ કહ્યુ, 'અમે પોતાની ક્ષમતા પર જાતે જ ચિંતન કરીએ છીએ. અમે આ અધિકાર કોઈ પાર્ટીને નથી આપ્યો'.