ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2013 (12:55 IST)

જો હું દોષી સાબિત થઈશ તો ક્યારેય ચૂંટણી નહી લડુ - કેજરીવાલ

P.R


ઈંડિયા અગેસ્ટ કરપ્શન આંંદોલન દરમિયાન એકત્ર કરવામાં આવેલ ફંડ અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદના રૂપમાં સામે આવી રહ્યુ છે. આ વાત મુંબઈના લોકોમાં વહેંચાયેલ એક સીડી દ્વારા સામે આવી છે. જેમા અન્નાને એવુ કહેતા બતાવાયા છે કે આંદોલનના નામ પર કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા, પણ મે એક રૂપિયો પણ નથી લીધો.' સીડી સામે આવ્યા બાદ કેજરીવાલે આ મુદ્દાને ગંભીર બતાવતા તપાસની માંગ કરી અને કહ્યુ કે જો મારા ગુરૂ મારા પર આરોપ લગાવશે તો મને દુ:ખ થશે.

સીડી સામે આવ્યા બાદ બુધવારે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમને આ સીડીથી ખૂબ દુ:ખ થયુ છે. કેજરીવાલે કહ્યુ કે અમે અન્નાના નામનો ઉપયોગ નથી કર્યો. તેમણે કહ્યુ, 'ગુરૂ મારા પર આરોપ લગાવશે તો દુ:ખ થશે. મેં જીંદગીભરની ઈમાનદારીની કમાણી ખાધી છે અને સમગ્ર કોર્પોરેટ મારા વિરુદ્ધ એકજૂટ છે. કેજરીવાલે ખુદ પર લાગેલ આરોપોને ગંભીર બતાવતા તપાસની માંગ કરી અને કહ્યુ કે જો તે તાપસમાં દોષી સાબિત થશે તો ક્યારેય ચૂંટણી નહી લડે. તેમણે કહ્યુ કે હું નહી દેશના લોકો ચૂંટણી લડી રહ્યા છે.