શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ટીમ અન્નાને વિરુદ્ધ કોર્ટ જશે પોલીસ, ભૂષણને નોટિસ

PTI
દિલ્લીના રામલીલા મેદાન પર 13 દિવસ સુધી ચાલેલ અન્ના હજારેના આમરણ ઉપવાસ પછી દિલ્લી પોલીસ હવે ટીમ અન્નાને કોર્ટમાં ખેંચવાની તૈયારીમાં છે, તો બીજી બાજુ સિવિલ સોસાયટીના સભ્ય અને વરિષ્થ વકીલ પ્રશાંત ભૂષણને સંસદના વિશેષાધિકારનુ હનન કરવાની નોટિસ આપવામાં આવી છે.

પ્રશાંત ભૂષણ એ નિવેદન આપ્યુ હતુ કે સાંસદ પૈસા લે છે અને કાયદો પાસ કરે છે.

અન્નાની આંદોલનની તાકાત સામે સરકારને પણ નમતુ લેવુ પડ્યુ પરંતુ હવે સરકાર પલટવાર કરીને બધો બદલો લેવા માંગતી હોય તેવુ લાગે છે. સમાચાર મુજબ અનનના આંદોલન વિરુદ્ધ હવે દિલ્લી પોલીસ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. તેમનુ કહેવુ છે કે આંદોલન દરમિયાન ટીમ અન્ના તરફથી નિયમોને નજર અંદાજ કરવામાં આવ્યા હતા, જેના વિરુદ્ધ પોલીસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે. પોલીસ એ અન્નાની ટીમને આઠ ચેતાવણી પત્ર મોકલ્યા હતા છતા આંદોલન દરમિયા અનિયમિતતાઓની ફરિયાદ મળી હતી.

પોલીસનો આરોપ છે કે ટીમ અન્નાએ રામલીલા મેદાન પર લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો અને ભડકાઉ ભાષણો આપવામાં આવ્યા.

બીજી બાજુ ટીમ અન્નાના સભ્ય ભૂષણને સાંસદો વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉલ્લેખ કરવાનો આરોપ છે અને જેના બદલ જવાબ આપવાની નોટિસ મોકલવામા6 આવી છે.

ભૂષણનું કહેવુ છે કે 'લોકહિતમાં સત્ય બોલવુ એ વિશેષાધિકારનુ હનન નથી.'