શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બુધવાર, 22 સપ્ટેમ્બર 2010 (11:21 IST)

ટ્વિટર સાઈટ હેંક

W.D
કોમ્પ્યુટર હૈંકરોએ ટ્વિટરની સાઈટ હેંક કરી લીધી જો કે ટ્વિટરે કહ્યુ કે આ સમસ્યા હાલ પૂરતી ઠીક કરવામાં આવી છે. ટ્વિટર દુનિયાભરમાં જાણીતુ સોશલ નેટવર્કિંગ સાઈટ છે. આ સાઈટથી દુનિયાની તમામ પ્રખ્યાત વ્યક્તિઓ જોડાયેલ છે. આ હસ્તિઓમાં ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને શશિ થરુરનો સમાવેશ છે.

હૈંકરોએ ટ્વિટરને હૈંક કરવાને કારણે આ સાઈટનો ઉપયોગ કરનારાઓને ઘણા આવાંછિત સંદેશ મળી રહ્યા છે. તેમાંથી કેટલાક તો લોકોને પોર્ન સાઈટ તરફ લઈ જાય ચેહ. આ સાઈટનો ઉપયોગ કરનારા લોકોની ફરિયાદ છે કે આ સંદેશ એવા હોય છે કે તેના પર ક્લિક કરવાથી કોઈને કોઈ પોર્નોગ્રાફિક સાઈટ ખુલી જાય છે. તેનાથી લોકો વિચિત્ર પરિસ્થિતિ અને શરમનો સામનો કરવો પડે છે.

વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ટ્વિટરના સોફ્ટવેરમાં ઘણી ઉણપો છે જેનો ફાયદો હૈંકરોએ ઉઠાવ્યો અને જાણીતી સોશલ નેટવર્કિંગ સાઈટને હૈંક કરી લીધી. ટ્વિટરનો ઉપયોગ બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ગ્રોડન બ્રાઉનની પત્ની પણ કરે છે. ટ્વિટરનો ઉપયોગ કરતા સારા બ્રાઉન સામે આ સમસ્યા આવી. સારાએ તરત જ ઘણા ઓળખીતાઓને આ સમસ્યાની માહિતી આપી. આ રીતે ટ્વિટરની સાઈટ હૈંક થવાની જાણ ઘણા લોકો સુધી પહોંચી ગઈ.