શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 23 નવેમ્બર 2013 (11:33 IST)

તરુણ તેજપાલની ધરપકડ શક્ય, ગોવા પોલીસ દિલ્હી પહોંચી

P.R
યૌન ઉત્પીડન કેસમાં ફંસાયેલા તહલકાના સંપાદક તરુણ તેજપાલની પૂછપરછ કરવા માટે ગોવા પોલીસની ટીમ દિલ્હી રવાના થઈ ચુકી છે. જો તરુણ તેજપાલે પૂછપરછમાં મદદ ન કરી તો પોલીસ તેની ધરપકડ પણ કરી શકે છે. એફઆઈઆરમાં તેજપાલ વિરુદ્ધ બળાત્કારનો આરોપ ઉપરાંત શોમા ચૌધરી પર પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે પીડિત યુવતીની ચિઠ્ઠી અને ઈ મેલ મુહૈયા કરાવવામાં મદદ નહોતી કરી.

જાણવા મળ્યુ છે કે ગોવા પોલીસ આજે પીડિત યુવતીનુ નિવેદન લઈ શકે છે. પીડિત યુવતી દિલ્હીમાં છે કે મુંબઈમાં, તેના પર પણ હાલ સસ્પેંસ કાયમ છે. બીજી બાજુ એક છાપાને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે કહ્યુ છે કે હોટલની જે લિફ્ટમાં ઘટના થઈ જ્યા કોઈ સીસીટીવી કેમેરા નહોતો લાગ્યો. આ પણ મહત્વનુ છે કારણ કે તેજપાલે પોતાના બચાવમાં સીસીટીવીના ફોટા સાર્વજનિક કરવાની માંગ કરી હતી. તેજપાલ પોતે હવે આ વાત પરથી પલટી ગયા છે. પહેલા ગુન્હો કબૂલ કર્યા બાદ તેમનો આરોપ છેકે તેમના પર ખોટા આરોપો લાગ્યા છે.


આ પહેલા શુક્રવારે દિલ્હી પોલીસની એક ટીમ તરુણ સાથે વાતચીત માટે તેના ઘરે પહોંચી હતી. જો કે પોલીસના જવાનો ટૂંક સમયમાં જ તરુણના ઘરમાંથી બહાર નીકળી ગયા. બીજી બાજુ તેજપાલે આ બાબતે પોતાની ચુપ્પી તોડતા કહ્યુ છે કે તે પોલીસને દરેક તપાસમાં મદદ કરશે. સાથે જ તેણે પોલીસને સીસીટીવી ફુટેજ સાર્વજનિક કરવાની માંગ પણ કરી છે. ઈંડિયન એક્સપ્રેસ છાપાને આપેલ નિવેદનમાં તરુણે કહ્યુ છે કે પીડિત મહિલા સાચુ નથી બોલી રહી. મને ફંસાવવાનો પ્રયત્ન કરવામાં આવે રહ્યો છે. આની પાછળ રાજનીતિક દબાણ કામ કરી રહ્યુ છે.

બીજી બાજુ તહલકાની મેનેજિંગ એડિટર શોમા ચૌઘરીએ વિશેષ રૂપે કહ્યુ છે તે યૌન શોષણના આરોપી તરુણ વિરુદ્ધ કેસ નહી નોંઘાવે. શોમા ચૌઘરીએ કહ્યુ કે તે ગોવા પોલીસની પાસે નહી જાય. તેમણે કહ્યુ કે જો પીડિતાની ઈચ્છા હોય તો તે પોલીસ પાસે જઈ શકે છે. શોમાએ કહ્યુ કે આ મામલાની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે અને તપાસ પછી જ આગળની કાર્યવાહી થશે.