શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2013 (11:27 IST)

તરુણ તેજપાલને હાજર હો.... - ગોવા પોલીસનુ સમન્સ

P.R
સાથી પત્રકાર સાથે રેપના આરોપી સંપાદક તરુણ તેજપાલને છેવટે ગોવા પોલીસે સમન મોકલ્યુ છે. પોલીસે તેમને જલ્દી પૂછપરછ માટે હાજર થવાનુ કહેવામાં આવ્યુ છે. આજે તેજપાલની અગ્રિમ જામીન અરજી પર પણ સુનાવણી થશે. તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે યુવતીની મા એ તેજપાલના એક નિકટના સંબંધી વિરુદ્ધ તેમની ધમકી આપવા અને દબાણ બનાવવા બાબતે નોંધાવી દીધા છે.

પીડિતે દબાણનો આરોપ લગાવ્યો હતો - દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે પીડિતાની માતા પૂર્વ દિલ્હીના પોલીસ મથકમાં ગઈ ત્યા તેણે તેજપાલના પરિવારના સબ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે, શનિવારની પીડિતાએ એક નિવેદન રજૂ કરી રહ્યુ હતુ કે ખૂબ જ મુશ્કેલીભર્યા આ સમયમાં તેમના પર તેજપાલને બચાવવા માટે દબાણ નાખવામાં આવી રહ્યુ છે અને ધમકી આપવામાં આવી રહી છે.

પોલીસે કહ્યુ કે તેમની ફરિયાદને એ નક્કી કરવા માટે પોતાના કાયદા વિભાગ પાસે મોકલી દીધા કે આનો નિપટારો કેવી રીતે કરવામાં આવે. મહિલા પત્રકારે ગઈકાલે તહલકાની મેનેજીંગ એડિટર શોમા ચૌઘરી અને તેજપાલ કેસને રફદફા કરવાનો પ્રયત્ન કરવા, ધમકાવવા અને ચરિત્ર હનન અને કલંકિત કરવાના પ્રયત્નો કરવાનો આરોપ લગાવ્યો હતો.

સીએમે આપ્યો ફાસ્ટ ટ્રેંક તપાસનો સંકેત

બીજી બાજુ ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરે આવા આરોપોને નકાર્યા છે કે બીજેપી તેજપાલ વિરુદ્ધ પોલીસ પર દબાણ નાખી રહી છે. ફાસ્ટ ટ્રેક તપાસનો સંકેત આપતા તેમણે કહ્યુ, 'આવી હાઈ પ્રોફાઈલ બાબતને લાંબા સમય સુધી ન ખેંચવી જોઈએ, આ જનતા વિશ્વાસને આધાત બરાબર છે.'

તેજપાલ પર ગોવા પોલીસે રેપનો કેસ નોંઘાવ્યો છે. ગોવા પોલીસના ત્રણ સભ્યોનુ દળ શોમા ચૌઘરી અને તહલકાના એ ત્રણ કર્મચારીઓની પણ પૂછપરછ કરી ચુક્યુ છે. જેમને પીડિતાને આ ઘટનામાં પોતાનો પક્ષ બતાવ્યો હતો.