ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 26 ઑગસ્ટ 2009 (09:10 IST)

તસ્લિમાએ ચુપચાપ જન્મદિવસ ઉજવ્યો

વિવાદાસ્પદ બાંગ્લાદેશી લેખિકા તસ્લિમા નસરીન મંગળવારે 47 વર્ષની થઈ ગઈ અને તેણે ઘણી ચુપચાપ રીતે પોતાના જન્મદિવસની ઉજવણી કરી.

વર્ષ 1962 માં જન્મેલી તસ્લિમાએ પારંપરિક બાંગ્લાદેશી સાડી પહેરી અને પોતાનો પૂરો દિવસ એ સ્થાન પર વિતાવ્યો જ્યાં તે પોતાના વીઝાના નવીનીકરણ માટે ભારત આવ્યાં બાદથી રહી રહી છે. તેના વીઝા 16 ફેબ્રુઆરી 2010 સુધી છ માસ માટે લંબાવી દેવામાં આવ્યાં છે.

તેણે પોતાના કેટલાક મિત્રો સાથે રાત્રિભોજન માટે આમંત્રિત કર્યાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ટૂક સમયમાં જ અમેરિકા માટે રવાના થઈ શકે છે. તસ્લિમાં થોડા દિવસો પહેલા બંગાળી ડિઝાઈનર પોશાકો ખરીદવા માટે માર્કેટમાં પણ ગઈ હતી, જેમાં સરોજિની નગર પણ શામેલ છે.