ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2013 (13:08 IST)

તેજપાલના પુરૂષત્વની તપાસ કરવા પોલીસ ગોવા લઈ ગઈ

ગુજરાત સમાચાર

.
P.R
ગોવા પોલીસ મહિલા પત્રકારના યૌન ઉત્પીડન કરવાના આરોપી તહલકા સંપાદક તરુણ તેજપાલની અનિવાર્ય પૌરૂષ ક્ષમતાની તપાસ કરાવવા માટે આજે ગોવા મેડિકલ કોલેજ લઈ ગઈ. પોલીસ સૂત્રોએ કહ્યુ કે યૌન ઉત્પીડન બાબતે આ અનિવાર્ય હોય છે.

50 વર્ષીય તેજપાલે એક કોર્ટને છ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. જ્યારબાદ અપરાધ શાખાના અધિકારીઓએ તેમની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી.

સૂત્રોએ કહ્યુ કે પાછળથી કોર્ટે આ બાબત પર વિચાર કરશે કે પોલીસ કસ્ટડીમાં શુ તેમને એક પંખો આપી શકાય છે.

તહલકામાં પત્રકારના રૂપમાં કાર્યરત એક મહિલાએ તેજપાલ પર આરોપ લગાવ્યો છે કે તેજપાલે ગોવાના એક ફાઈવસ્ટાર હોટલમાં 7 અને 8 નવેમ્બરના રોજ બે વાર તેનુ યૌન શોષણ કર્યુ.

તેજપાલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની ધારા 354 (એ) અને ધારા 376 હેઠળ કેસ નોંધાયો છે.