ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 2 મે 2013 (13:07 IST)

દલબીરનો પાક. પર હુમલો, 25 કરોડ આપ્યા હોત તો સરબજીત જીવતો હોત !!

P.R
સરબજીતની બહેન દલબીરે આજે પાકિસ્તાનને લાનત મોકલતા કહ્યુ કે અંસાર બર્નીએ સરબજીતની મુક્તિ માટે માંગેલા 25 કરોડ રૂપિયા. દલબીરે પાકિસ્તાનને લલકારતા કહ્યુકે તે એ સરબજીતો માટે લડતી રહેશે જે પાક. જેલમાં વર્ષોથી કેદ છે. તેમણે કહ્યુ કે જોઉ છુ તાલિબાન મારુ શુ બગાડી લે છે.

તબિયત પૂછતા હસતા હતા ડોક્ટર

દલબીરે આજે મીડિયામાં દિલ્હીમાં કહ્યુ કે સરબજીતની સાથે જ કંઈક થયુ છે તે એક હિન્દુસ્તાની હોવાને કારણે થયુ છે. તેમણે કહ્યુ કે તે વર્ષ 2005થી કહેતી આવી છે કે નિર્દોષને સજા નથી થતી તેની હત્યા થાય છે. એ જ આજે પાકિસ્તાને કરી બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે લાહોરના જિન્હા હોસ્પિટલમાં મારા દ્વારા પૂછતા ત્યાના નર્સ અને ડોક્ટરો હ્સતા હતા. મને તેમનુ હાસ્ય જોઈએન લાગતુ હતુ કે તેઓ કંઈક છુપાવી રહ્યા છે. તેમને જાણ હતી કે સરબજીત તો જીવતો જ નથી. એ તો પહેલા જ મરી ચુક્યો છે. આજે આખા હિન્દુસ્તાને એક થવાની જરૂર છે.

પાકને જ્કવાબ આપવાનો સમય આવી ગયો છે

દલબીરે પાકિસ્તાન પર હુમલો કરતા કહ્યુ કે પહેલા અટલ બિહારી વાજપેયીની પીઠમાં પાકિસ્તાને છરો માર્યો હતો અને આજે દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહની પીઠ પર માર્યો છે. આ સમયે દેશના લોકોએ સમજી લેવુ જોઈએ કે પાક ક્યારેય સુધરવાનુ નથી. જવાબ આપવનો સમય આવી ગયો છે. જો પ્રયત્ન યોગ્ય હોત તો આજે સરબજીત બચી ગયો હોત. તેમણે કહ્યુ કે પાકિસ્તાન કાયર છે. બેકસૂર સરબજીતની હત્યા કરવામાં આવી છે. હુ બર્નીને 25 કરોડ આપતે તો સરબજીત અહી હોત. અંસાર બનીએ કહ્યુ હતુ કે સવારે 25 કરોડ આપો સાંજે સરબજીતને લઈ જાવ. તેમણ કહ્યુ કે સરબજીતના મોતની તપાસ થવી જોઈએ.

સરબજીતને શહીદનો દરજ્જો મળે.

દલબીરે જણાવ્યુ કે ગૃહમંત્રી શિંદેએ વિશ્વાસ આપ્યો છે કે આની તપાસ થશે. તેમણે કહ્યુ કે સરકારી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદનો દરજ્જો મળશે. સરબજીતની સામે આ બધુ થયુ હોત તો અમને ખુશી થતી. સમય મને ગભરાવે છે. પાકિસ્તાનનુ કોઈ નામ લેતુ હતુ તો મને બીક લાગતી હતી. કોઈ મોબાઈલ પર મેસેજ આવતો તો હુ ગભરાય જતી હતી. 23 વર્ષ સુધી જેલમાં નરક ભોગવી અને આજે તેની હત્યા કરવામાં આવી છે.