શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

દાનવોનો ધર્મ છે આતંકવાદ - શાહરૂખ

IFM
આતંકવાદ વિરુધ્ધ ચાલતી લડાઈમાં એકતા બતાડવા માટે બોલીવુડના શાહરૂખ ખાનથી લઈને ઓલંપિક ગોલ્ડ જીતનારા અભિનવ બિંદ્રા અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા જેવી જાણીતી હસ્તિઓએ હાજરી આપી.

આ પ્રસંગે કિંગ ખાને આતંકવાદને દાનવોનો ધર્મ કહ્યો.

દેશની બિનસાંપ્રદાયિક સંસ્કૃતિને સલામ કરતા શાહરૂખે કહ્યુ - 'અમારુ અસ્તિત્વ દુનિયામાં એક અશક્ય ઉપલબ્ધિ છે. તેથી મને એક હિન્દુસ્તાની હોવાનુ ગર્વ છે.' ગૃહ મંત્રાલય તરફથી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં આયોજીત એક કાર્યક્રમમાં શાહરૂખ સહિત ઘણી જાણીતી વ્યક્તિઓએ હાજરી આપી.

અમેરિક ગોલ્ડ મેડલિસ્ટ બિદ્રાએ કહ્યુ - 'દેશ આતંકવાદના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે અને એક ખેલાડીના રૂપમા મારી માટે જીતવુ એ જ જીંદગી છે.' ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને પોતાની શ્રધ્ધાંજલિમાં 'જબ કભી આતંક કે નજારે દેખતા હુ' એક કવિતા વાંચી.

આ અવસર પર જાણીતી ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલ પણ હાજર હતી.