ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2013 (12:28 IST)

દિલ્હી ગેંગરેપ : દોષીઓને ઉંમરકેદ કે ફાંસી, નિર્ણય આજે આવશે

P.R
ડિસેમ્બરના બીભત્સ ગેંગરેપ કાંડને અંજામ આપનારા ચાર આરોપીઓને ફાંસી થશે કે ઉંમરકેદ, તેનો નિર્ણય આજે આવી જશે. આ આરોપીઓએ બુધવારે સાકેત કોર્ટમાં રહમની ભીખ માંગી હતી. નિર્ણય બપોરે 2:30 વાગ્યા સુધી આવી જશે.

આ પહેલા કોર્ટે બધા દોષીઓની સજા પર ચર્ચા ચર્ચા પુરી કરી લીધી હતી. ગેંગરેપના આ બધા આરોપીનો જે ધારાઓમાં દોષી ઠેરવ્યો છે. તેમા ન્યૂનતમ ઉમરકેદ અને વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઈ છે.

રાષ્ટ્રવ્યાપી આક્રોશ પેદા કરનારો આ કાંડની સુનાવણી 130 બેઠકોમાં પૂર્ણ થઈ અને મીડિયામાં તેને વ્યાઅક રૂપે સ્થાન મળ્યુ. આ કાંડ પછી રેપ વિરોધી કાયદામાં સંશોધન પણ કરવામાં આવ્યુ. આ નિર્ણય આ પ્રકરણના કિશોર આરોપીને ત્રણ વર્ષની કેદની સજા મળવાના દસ દિવસ પછી કરવામાં આવી રહ્યો છે. આ કિશોરને અલગ રીતે ન્યાય બોર્ડના દોષી ઠેરવ્યા હતા અને તેને સજા સંભળાવી હતી.

ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ રાજધાનીમાં ચાલતી બસમાં પાંચ વયસ્ક અને એક કિશોરે 23 વર્ષની એક પૈરામેડિકલ યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આ આરોપીએઓ યુવતીને દર્દનાક રૂપે ઘાયલ કરીને ચાલતી બસમાથી રસ્તામાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં ઘાયલ યુવતીનુ સિંગાપુરના એક હોસ્પિટલમાં સારવાર્ દરમિયાન મૃત્યુ થયુ હતુ.