મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 11 સપ્ટેમ્બર 2013 (11:32 IST)

દિલ્હી ગેંગરેપ : દોષીઓને ફાંસી કે ઉંમરકેદ ?

P.R


16 ડિસેમ્બરની રાત્રે ચાલતી બસમાં પૈરામેડિકલ સ્ટુડેંટ સાથે હેવાનિયતની હદ પાર કરનારા રાક્ષસોને ફાંસી થશે કે પછી ઉંમર કેદ તેનો નિર્ણય આજે આવી શકે છે. ચારેયની સજા પર આજે 11 વાગ્યે સાકેતના ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચર્ચા થશે. કોર્ટે મંગળવારે ચારેય આરોપીઓ વિનય શર્મા, પવન કુમાર ઉર્ફ કાલૂ, અક્ષય કુમાર અને મુકેશને ગેંગગેપ અને હત્યા સહિત બધી 13 ધારાઓ હેઠળ દોષી સાબિત કર્યા હતા.

લગભગ નવ મહિના ચાલેલ કેસ પછી કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ કે તમામ આરોપીઓએ મળીને દુષ્કૃત્ય કર્યુ છે તેમણે ષડયંત્ર હેઠળ યુવતીનુ અપહરણ અને પછી તેની સાથે ગેંગરેપ કર્યો. પછી ચાલતી બસમાંથે તેને ફેંકી દીધી. આ બધા પર ગેંગરેપ અને હત્યાનો આરોપ સાબિત થાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ કેસમાં પાંચમો આરોપી રામ સિંહનુ મોત થઈ ચુક્યુ છે. જ્યારે કે છઠ્ઠા આરોપીને 3 વર્ષ માટે સુધાર ગૃહમાં મોકલ્યો છે.

શુ કહે છે જાણકારો : જાણકારો જણાવે છે કે એક બાજુ જ્યા અભિયોજન પક્ષ આ બાબતે ફાંસીની સજાની માંગ કરશે તો બીજી બાજુ બચાવ પક્ષ આ કેસમાં દયાની અરજી દાખલ કરી ઓછામાં ઓછી સજાની માંગ કરશે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ અરવિંદ જૈન જણાવે છે કે આ કેસમાં કોર્ટે આરોપીને હત્યા, ગેંગરેપ જેવા કેસમાં દોષી સાબિત કર્યા છે. હત્યામાં વધુમાં વધુ ફાંસી અને ઓછામાં ઓછી ઉંમરકેદની સજાની જોગવાઈ છે. બીજી બાજુ ગેંગરેપ જેવા કેસમાં ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે. આવામાં આરોપી પક્ષ હત્યા બાબતે વધુમાં વધુ સજાની માંગ કરશે અને આ રીતે તેઓ ફાંસીની સજાની માંગ કરશે. આ કેસને રેયરેસ્ટ ઓફ રેયરની શ્રેણીમાં લાવવા માટે દલીલ કરવામાં આવશે.


આગળ શુ હોઈ શકે છે બળાત્કારીઓની દલીલ

P.R

શુ હોઈ શકે છે બળાત્કારીઓની દલીલ - બચાવ પક્ષ દલીલ રજૂ કરી શકે છે કે આરોપીઓનો પાછલો કોઈ કિમિનલ રેકોર્ડ નથી અને સાથે જ તેમની વય અને આર્થિક પરિસ્થિતિનો હવાલો આપી શકે છે. સાથે જ પરિવરમા6 માતા પિતા અને અન્ય લોકોની તેના પર નિર્ભરતાની દલીલો રજૂ કરી શકે છે. જો કે બંને પક્ષોની દલીલ પછી છેવટે કોર્ટ નક્કી કરે છે કે આ કેસમાં શુ સજા આપવામાં આવે.

ફાંસી કે ઉંમરકેદ : જે ધારાઓ હેઠળ ચાર આરોપીઓને દોષી બતાવ્યા છે તેમા હત્યા પર વધુમાં વધુ ફાંસી અને ઓછામાં ઓછી ઉંમરકેદની જોગવાઈ છે. ગેંગરેપ બાબતમાં વધુમાં વધુ ઉંમરકેદ થઈ શકે છે. જો કે આ ગેંગરેપ પછી બનેલ નવા કાયદા હેઠળ ગેંગરેપ પછી મોત કે મરણપરિસ્થિતિ પર પહોંચવા બદલ ફાંસીની પણ જોગવાઈ છે.

ઉંમરકેદનો મતલબ - ઉંમરકેદનો મતલબ જીવનભર જેલમાં. પણ ઓછામાં ઓછા 14 વર્ષ જેલમા કાપ્યા પછી કેદ કે રાજ્ય સરકાર કેદીના ચાલચલનના આધારે તેની સજા માફ કરીને તેને છોડી શકે છે. જો કોર્ટે નિર્ણયમા લખે છે કે સજા 20 વર્ષ કે 25 વર્ષ પહેલા છૂટ ન આપવામાં આવે, તો ત્યારબાદ જ છૂટ પર વિચાર થઈ શકે છે.

હત્યા પર ફાંસી ક્યારે : હત્યા બાબતે ફાંસી ત્યારે થાય છે જ્યારે કેસ રેયરેસ્ટ ઓફ રેયર કૈટિગરીનો હોય. સાથે જ આ સાબિત થાય કે હત્યા નિર્દય રીતે થઈ છે. ફાંસી સંભળાવતી વખતે કોર્ટ માટે એ બતાવવુ જરૂરી છે કે કેસ કેવી રીતે રેયરેસ્ટ ઓફ રેયર છે.

કોર્ટે આ બતાવ્યા છે મુખ્ય પુરાવા

- પીડિત યુવતીએ મરતા પહેલા આપેલુ નિવેદન
- ઘટનાસ્થળ પરથી મળેલા સેંપલ દ્વારા આરોપીઓનો ડીએનએ મેચ થવો
- એકમાત્ર સાક્ષી યુવતીના મિત્રનુ નિવેદન
- ફોન લોકેશન, સીસીટીવી ફુટેજ જેવા ઈલેક્ટ્રોનિક પુરાવા