શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 ડિસેમ્બર 2012 (10:50 IST)

દિલ્હી ગેંગરેપ પર મહિલા સાયન્સટિસ્ટનું નિવેદન, યુવતી વિરોધ ન કરતી તો...

P.R
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં પોલીસના સેમિનારમાં દિલ્હી ગેંગરેપ પર વિવાદિત નિવેદન આપનારી મહિલા સાયન્સટિસ્ટ ડો. અનિતા શુક્લાની આખા દેશમાં ઘણી આલોચના થઈ રહી છે. ડો. અનિતાએ પોલીસ અધિકારીઓની હાજરીમાં સેમીનાર દરમિયાન કહ્યુ હતુ કે યુવતી જો વિરોધ નહી કરતી તો કદાચ તેના આંતરડા કાઢવાનો વખત ન આવતો. તેમના આ નિવેદનના સમાચાર લાગતા જ ફેસબુક સહિત વિવિધ નેટવર્કિંગ સાઈટ પર ગાળોનો વરસાદ આપનારની લાઈન લાગી ગઈ. મહિલા સંગઠન નારાજ છે. અને દેશ ગુસ્સામાં.

મધ્યપ્રદેશ મહિલા આયોગે ડો. અનિતા સહિત એ બધા પોલીસ અધિકરીઓને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. જે એ સેમિનારમાં હાજર હતા. આયોગની સભ્ય શશિ સિન્હાનું કહેવુ છે કે ડો. અનિતાનુ નિવેદન ખૂબ જ શરમજનક છે અને આયોગ આ મુદ્દામાં કોઈ બેદરકારી નહી રાખે.

શુ કહ્યુ હતુ મહિલા સાયન્સટિસ્ટે ?

ખરગોનની કૃષિ શોધ કેન્દ્રમાં વૈજ્ઞાનિકના પદ પર નિયુક્ત ડો. અનિતા શુક્લાએ કહ્યુ હતુ કે મોડી રાત્રે એ યુવતીએ પોતાના બોયફ્રેંડની સાથે ફરવાની શુ જરૂર હતી. જો કોઈ છોકરી આવુ કરે છે તો આવી ઘટનાઓને રોકવી શક્ય નથી. ડો. શુક્લાએ એટલા સુધી કહી દીધુ કે છ લોકોથી ઘેરાયેલી યુવતી જો વિરોધ નહી કરતી તો તેના આંતરડા કાઢી નાખવનો વખત ન આવતો. તેને પોલીસના વલણનો પક્ષ લેતા કહ્યુ કે સ્ત્રીઓએ તેમને મળેલા અધિકારો અને સુવિદ્યાઓનો ખોટો ઉપયોગ કરવો શરૂ કરી દીધો છે. આ જ કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર થઈ રહી છે.

ફેસબુક પર મહિલા વૈજ્ઞાનિકને ફટ્કાર

મહિલ વૈજ્ઞાનિકના વિવાદિત નિવેદન પર ફેસબુક સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઘણા લોક્કો મહિલા વૈજ્ઞાનિકને ગાળો આપી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે આવા ગંદા કમેંટ કરનારી મહિલા પર રેપ થવો જોઈએ. એ પોતે જ્યારે આનો ભોગ બનશે ત્યારે તેને ખબર પડશે કે રેપનો વિરોધ કરવો જોઈએ કે નહી ?