શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દિલ્હી ગેંગરેપના કિશોર આરોપીને માત્ર 3 વર્ષની સજા, પીડિતાની માતા નાખુશ

P.R
16 ડિસેમ્બરના ગેંગરેપના કિશોર આરોપીને જુવેનાઈલ જસ્ટિસ વોર્ડે હત્યા અને ગેંગરેપના આરોપમાં દોષી કરાર આપ્યો. જુર્વેનાઈલ જસ્ટિસ વોર્ડના કિશોરની હત્યા અને ગેંગરેપના ગુન્હામાં માત્ર ત્રણ વર્ષ કેદની સજા સંભળાવી. 11 જુલાઈના રોજ કોર્ટે આ આરોપીને લૂંટફાટના દોષી સાબિત કર્યા હતા. કિશોર પર લાગેલ બધા આરોપો સત્ય સાબિત થયા.

બચાવ પક્ષના વકીલ રાજેશ તિવારીએ કહ્યુ કે બોર્ડ આ નિર્ણયની ફરીથી સમીક્ષા કરશે અને જો તેને લાગ્યુ તો સજા ઓછી પણ કરી શકાય છે. જે દિવસથી તેને બાલ સુધાર ગૃહ મોકલાયો છે એ દિવસથી સજાની શરૂઆત માનવામાં આવશે.

પીડિતાની માતાએ દુ:ખ વ્યક્ત કર્યુ

બીજી બાજુ નિર્ણયથી પીડિતાની મા નાખુશ છે. તેણે કહ્યુ કે 3 વર્ષની સજા આપવાથી તો સારુ થતુ કે આરોપીને છોડી દેતા. તેમણે કહ્યુ કે 'લોકોને ખોટો સંદેશ જઈ રહ્યો છે કે કિશોર આરોપીને સજા નહી મળે, તે કોઈની સાથે કંઈપણ કરે.'

સુપ્રીમ કોર્ટ દ્વારા 22 ઓગસ્ટના રોજ કિશોર વિરુદ્ધ નિર્ણયની જવાબદારી કિશોર ન્યાય બોર્ડને સોંપવામાં આવી હતી. પોલીસ મુજબ આ કિશોર બધા આરોપોમાંથી સૌથી વધુ ક્રૂર રીત રજૂ કરવામાં આવ્યો હતો.

ગઈ 11 જુલાઈ પછીથી બોર્ડ ચાર વખત આ કેસમાં પોતાના નિર્ણયને ટાળી ચુકી છે.

મુખ્ય મેજિસ્ટ્રેટ ગીતાંજલિ ગોયલની અધ્યક્ષતાવાળા બોર્ડ દ્વારા નિર્ણય ટળાતો ગયો, કારણ કે ઉચ્ચતમ ન્યાયાલયે એ જનહિત અરજી પર નિર્ણય કરવાનો અહ્તો જેમા 'કિશોર' શબ્દની વ્યાખ્યા ફરીથી કરવાની માંગ કરી હતી.

બોર્ડ આજે રામાધાર નામના એક સુથાર સાથે લૂંટફાટના કેસનો ન્રિણય પણ આજે આપી શકે છે. રામાધાર 16 ડિસેમ્બર 2012ના રોજ એ જ બસમાં સવાર થયો હતો, જેમા યુવતી સાથે સામૂહિક બળાત્કાર કરવામા6 આવ્યો, જેનુ સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત થયુ. યુવતી જ્યારે પોતાના પુરૂષ મિત્ર સાથે બસમાં સવાર હતી એ પહેલા રામાઘાર પાસેથી આ આરોપીઓએ લૂંટફાંટ કરી હતી.