શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દિલ્હી પોલીસનું 29 વિરૂધ્ધ ચાર્જશીટ

દિલ્હી પોલીસે ગતવર્ષની 13મી સપ્ટેમ્બરે થયેલાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કેસમાં શુક્રવારે ચાર્જશીટ દાખલ કર્યું હતું. ચાર્જશીટમાં પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી અબુ અલ કામાને માસ્ટર માઈન્ડ ગણાવવામાં આવ્યાં છે. 29 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું છે. અબુ અલ કામા ઉપરાંત સૈફુર અને આરીફને પણ કાવતરું રચનાર બતાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અલ કામાનું નામ મુંબઈ હુમલાની ચાર્જશીટમાં પણ દાખલ કરાયું છે. ગતવર્ષની 13મી સપ્ટેમબરે દિલ્હીમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 21 જણાંના મોત અને 100 લોકો ઘાયલ થયા હતા.