ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દિલ્હી પોલીસે આશુતોષની અટકાયત કરી, ધરપકડ કરશે

P.R
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર હુમલો અને પત્થરમારાને લઈને આપ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે મુશ્કેલી વધી છે. પોલીસે આ બાબતે કડક પગલા લેતા આપના મોટા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. અને તેમને ધરપકડ કરવાની તૈયારી થઈ રહી છે. પોલીસ મોડલ ટાઉન સ્થિત આપ ઓફિસ પહોંચી અને આશુતોષને પોતાની સાથે લઈ ગઈ. બીજી બાજુ શાજિયા ઈલ્મીના ઘરે પણ દિલ્હી પોલીસ પહોંચી.

બુધવારે ભાજપ કાર્યાલય ખાતે થયેલી પત્થરબાજી મામલે આજે દિલ્હી પોલીસ આમ આદમી પાર્ટીના મૉડલ ટાઉન સ્થિત ઓફિસે પહોંચી હતી. આપના ત્રણ નેતા આશુતોષ, સાઝીયા ઈલ્મી અને આનંદ કુમારની અટકાયત માટે પહોંચેલી પોલીસને કાર્યાલયની અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા હતાં. જોકે મનાઈ રહ્યું છેકે આ ત્રણેય નેતાઓની અટકાયત ગમે ત્યારે થઈ શકે છે.

લોકસભા ચૂંટણી તારીખોની ઘોષણા થઈ તે દિવસે ભાજપ અને આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણ સંદર્ભે ચૂંટણી પંચે સખત વલણ અપનાવ્યું છે. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને નોટીસ પાઠવી છે અને 24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે.

આયોગે રિપોર્ટમાં પૂછ્યું છે કે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ હોવા કોઈ પણ જાણકારી આપ્યા વગર તમે ભાજપના કાર્યાલય પર પ્રદર્શન કેમ કર્યું ? . ચૂંટણી પંચ જો આપના જવાબથી સંતુષ્ટ નહીં થાય તો પાર્ટીની માન્યતા પણ રદ્દ કરી શકે છે. ચૂંટણી પંચે આ હોબાળા પર રિપોર્ટ તૈયાર કરી છે.

ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી તે દિવસે જ દિલ્હી ખાતે રાજકીય ગરમાગરમી ચરમસીમાએ પહોંચી ગઈ હતી. બુધવારથી ગુજરાત ખાતે ચાર દિવસના પ્રવાસે ગયેલા કેજરીવાલને પહેલા દિવસે પાટણ ખાતે અટકાયત થતાં જ દિલ્હી ખાતે આપ સમર્થકો સહિત કાર્યકર્તાઓ અને નેતાઓમાં ગરમાવો આવી ગયો અને તેમણે દિલ્હી ભાજપના કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચી ગયા.

ઉલ્લેખનીય છેકે આ પહેલા, ભાજપના નેતા આમ આદમી પાર્ટીના વિરોધમાં ફરિયાદ કરવા ચૂંટણી પંચે પહોંચ્યા હતા. હોબાળા પર ભાજપ નેતા સુષ્મા સ્વરાજે રાષ્ટ્રપતિની મુલાકાત કરવાના છે. જોકે હવે મનાઈ રહ્યું છેકે આમ આદમી પાર્ટી પર ભાજપના વિરુદ્ધમાં કેસ દાખલ કરી શકે છે. બન્ને પાર્ટીઓ એકબીજા પર પત્થરબાજીનો આરોપ લગાવી રહી છે.

ભાજપ કાર્યાલય પર બુધવારે થયેલા ઘર્ષણ મામલે આપના નેતા સાઝીયા ઈલ્મી, આશુતોષ અને આનંદ કુમારની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તેમની અટકાયત પણ થઈ શકે છે. ચૂંટણી પંચે આ ઘર્ષણ મામલે દિલ્હી પોલીસ પાસે રિપોર્ટ માગી છે.

ચૂંટણી પંચે જવાબ માંગ્યો

બીજી બાજુ દિલ્હી ચૂંટણી આયોગે દિલ્હી પોલીસ પાસે આ મામલાને લઈને રિપોર્ટ માંગી છે. રિપોર્ટ જોયા પછી તપાસના આદેશ આપવામાં આવી શકે છે. બીજી બાજુ દિલ્હી પોલીસે સમગ્ર મામલામાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ વિરુદ્ધ કડક પગલા લેવાનો સંકેત આપ્યો છે. દિલ્હી પોલીસના જ્વાઈંટ સીપી એમકે મીણાએ કહ્યુ કે ઘરના પણ પીસફુલ હોય છે. જે આપ કાર્યકર્તાઓએ કર્યુ છે તેના પર અમે કેસ રજીસ્ટર કર્યો છે. કડક પગલા લેવામાં આવશે.

માફી માંગે આશુતોષ - નલિન

બીજી બાજુ બીજેપી નેતા નલિન કોહલી મુજબ ગઈકાલનો વિરોધ માત્ર ટીવી ફુટેજને લઈને હતો. સાથે જ કોહલીએ આ આયોજીત આરાજકતા બતાવી છે. કોહલીએ કહ્યુ કે આશુતોષે માફી માંગવી જોઈએ.

આપ-બીજેપી ઓફિસોની સુરક્ષા વધી

બીજી બાજુ ગઈકાલે થયેલ વિવાદ પછી આજે આમ આદમી પાર્ટી અને બીજેપી ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજેપી હેડક્વાર્ટર બહાર મોટી સંખ્યામાં પોલીસદળ ગોઠવ્યુ છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના હનુમાન રોડના ઓફિસ પર આજે સુરક્ષા વધારવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ જઈશુ - પ્રશાંત ભૂષણ

બીજેપીના દિલ્હીના સંસદ માર્ગ પોલીસ મથકમાં બીજેપીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. જવાબમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે મારપીટની ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણના મુજબ કેટલીક પોલીસ ઓફિસરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રશાંત ભૂષણનુ કહેવુ છે કે બીજેપીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધાવી છે. તે તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જશે.