ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 જાન્યુઆરી 2015 (16:11 IST)

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં લડાઈ અરવિંદ-કિરણ બેદીની... અને પરીક્ષા મોદી મેઝીકની.

દેશની રાજધાની દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો ભલે ન મળ્યો હોય પણ અહી થનારી વિધાનસભા ચૂંટણીનું રાજકારણીય વાતાવરણ ખૂબ જ રસપ્રદ બની ગયુ છે. રાષ્ટ્રીય રાજનીતિ માટે આને મહત્વપુર્ણ માનવામાં આવી રહ્યુ છે.  
 
માત્ર આઠ મહિના પહેલા જે કોંગ્રેસ પાર્ટીના હાથમાં આખા દેશની સત્તા હતી અને જેણે રાષ્ટ્રીય રાજધાનીની ક્ષેત્રીય સરકારનુ પણ સતત 15 વર્ષ નેતૃત્વ કર્યુ. આ ચૂંટણીમાં તે સંપૂર્ણ રીતે પાટિયે મુકાય જશે એવુ લાગી રહ્યુ છે.  દિલ્હીમાં સીધો મુકાબલો ભાજપ અને માત્ર બે વર્ષ પહેલા બનેલ આમ આદમી પાર્ટીની વચ્ચે થઈ ગયો છે. 
 
દેશની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી અને અન્ના હજારે અભિયાનમાં અરવિંદ કેજરીવાલનની સાથે જ કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવીને ભાજપાએ ચૂંટણી લડાઈને જેટલી રોચક બનાવી એટલો જ વિવાદ પણ ઉભો કર્યો છે.  
 
આ પ્રથમ તક છે જ્યારે દેશના એક મુખ્ય રાષ્ટ્રીય રાજનીતિક દળે કોઈ નવાગંતુકના નેતૃત્વમાં ક્ષેત્રીય સ્તરની ચૂંટણી લડવાનુ એલાન કર્યુ.  કિરણ બેદી 16 જન્યુઆરીના રોજ ભાજપામાં જોડાઈ અને 19 જાન્યુઆરીના રોજ તેને મુખ્યમંત્રી પદની પાર્ટી ઉમેદવાર બનાવવાનુ એલાન થઈ ગયુ. પોલીસ સેવા સમય-પૂર્વ અવકાશ ગ્રહણ પછી કિરણ એનજીઓ ચલાવતી રહી છે. 
 
સન 2011માં અન્ના હજારેના નેતૃત્વમાં છેડાયેલ ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનના દ્વારા તે પહેલીવાર કોઈ જન-રાજનીતિક અભિયાન સાથે જોડાઈ. 
 
પણ નવેમ્બર 2012માં જ્યારે આ આંદોલન સાથે જોડાયેલ નેતાઓ-કાર્યકર્તાઓના એક મોટા સમુહને અન્નાના સહયોગી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની રચના કરી તો કિરણે તેમા જોડાવવાની ના પાડતા કહ્યુ કે ચૂંટણી લડાઈ અને સત્તા રાજનીતિ તેના એજંડામાં નથી. પણ કિરણ આજે ચૂંટણી રાજનીતિમાં મોટી દિગ્ગજ બનીને સામે આવી છે અને તેનો મુખ્ય પડકાર હવે કિરણ અને કેજરીવાલ 
વચ્ચે છે.  બંનેનો પ્રયત્ન છે કે તે પોતાની પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં પુર્ણ બહુમત અપાવીને સરકાર બનાવી જેથી વિધાનસભાના અગાઉની ચૂંટણી જેવી ત્રિશંકુ-સ્થિતિ ન ઉભી થાય. 
 
સન 2013ની ચૂંટણીમાં 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં ભાજપાને સૌથી વધુ 31 સીટો.. પહેલીવાર રાજનીતિમાં આવેલ આમ આદમી પાર્ટીને 28 સીટો અને ત્યારે સરકાર ચલાવનારી કોંગ્રેસને ફક્ત આઠ સીટો મળી હતી. જ્યારે ભાજપા સરકાર નહી બનાવી શકી ત્યારે બીજા નંબરની પાર્ટી 'આપ' એ કોંગ્રેસ સમર્થનથી સરકારની રચના કરી. પણ તે માત્ર 49 દિવસો સુધી ચાલી. ત્યારથી દિલ્હીમાં ઉપરાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યુ હતુ. 
 
પ્રધાનમંત્રી નરેન્દ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં ભાજપાએ તાજેતરમાં જે ક્ષેત્રીય ચૂંટણીઓમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી. તેમા ક્યાય પણ મુખ્યમંત્રી પદના પાર્ટી ઉમેદવાર જાહેર નહોતો કર્યો. મહારાષ્ટ્ર. હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોના તાજેતરના ચૂંટણીમાં દરેક સ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ ચૂંટણી અભિયાનના મુખ્ય પ્રચારક હતા.  ક્ષેત્રીય નેતૃત્વના સવાલ પર પૂછાયેલ દરેક સવાલના જવાબમાં ભાજપા નેતૃત્વનો ટૂંકો જવાબ રહેતો કે ચૂંટણી પછી પાર્ટી સંસદીય બોર્ડ નવા નેતાની ચૂંટણી કરશે.  
 
મોદી-શાહની આગેવાનીવાળી ભાજપાએ પહેલીવાર ચૂંટણી પહેલા જ કોઈ રાજ્યમાં પોતાના નેતાના નામનુ એલાન કર્યુ છે. બીજી બાજુ આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કેજરીવાલ છે. આ રીતે તે ચૂંટણી ક્ષેત્રીય સ્તર પર કિરણ વિરુદ્ધ કેજરીવાલ બની ગઈ છે. એવુ કહેવાય છે કે ભાજપા નેતાઓનો એક સમુહ તો એવુ પણ ઈચ્છે છેકે કિરણ બેદી કેજરીવાલના વિધાનસભા ક્ષેત્ર નવી દિલ્હીથી જ સદનની સદસ્યાતાની ચૂંટણી લડે પણ કિરણની સલાહ પર તેમને કૃષ્ણાનગર ક્ષેત્રની ઉમેદવાર બનાવવામાં આવી.  
 
આ સીટોને ભાજપા પોતાને માટે ખૂબ જ સરળ અને સુરક્ષિત સીટ માને છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન આ જ  સીટ પરથી સતત ચૂંટણી જીતતા આવ્યા છે. ફક્ત વિરોધીઓમાં જ નહી ભાજપાની અંદર પણ કિરણ બેદીના નેતૃત્વને લઈને હલચલ છે. સાંસદ મનોજ તિવારી અને વરિષ્ઠ નેતા જગદીશ મુખી સહિત કેટલાક નેતાઓએ બેદીના રાજનીતિક અભ્યૂદય પર સાર્વજનિક રૂપે સવાલ ઉઠાવ્યો. 
 
પણ કેન્દ્રીય નેતૃત્વના ફટકાર પછી તેઓ શાંત થઈ ગયા.  અંદરખાનેથી હજુ પણ ભાજપામાં બેદીને અચાનક થોપવામાં આવતા ખલબલી અને નારાજગી છે. 
 
આને કર્મઠ નેતાઓ અને કાર્યકર્તાઓની ઉપેક્ષા માનવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન પણ નાખુશ લાગી રહ્યા છે. જેમને અત્યાર સુધી મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં અવતા હતા. 
 
એવુ પણ કહેવાય રહ્યુ છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પણ આ નિર્ણયથી નાખુશ છે. પણ ટોચના ભાજપા નેતૃત્વએ કિરણની આગેવાનીમાં ચૂંટણી લડવાની પહેલને દિલ્હી જીતવાની જરૂરી રણનીતિ બતાવીને સંઘને હાલ મનાવી લીધુ છે. 
 
અત્યાર સુધી મોટાભાગના ચૂંટણી સર્વેક્ષણોમાં ભાજપા-આપ ટક્કરને કાંટાની લડાઈ બતાવવામાં આવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે હાર-જીતનો નિર્ણય ખૂબ જ ઓછા વોટ કે સીટોના અંતરથી થશે. 
 
જ્યા શહેરી મઘ્યવર્ગનો મોટો ભાગ ભાજપા સાથે મજબૂતી સાથે ઉભો દેખાય રહ્યો છે તો બીજી બાજુ ગરીબવર્ગ, અલ્પસંખ્યકો અને ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓનો મોટા ભાગ આપનો સાથ આપતા દેખાય રહ્યા છે. 
 
આ ચૂંટણી કેન્દ્રની મોદી સરકારની સાખ પર કોઈ જનમત સંગ્રહ ભલે ન હોય પણ તેમા કોઈ બે મત નથી કે દિલ્હીના મતદાતા આ વખતે કિરણ-કેજરીવાલ પ્રત્યે પોતાની પસંદ નાપસંદ ઉપરાંત સાઢા સાત મહિના જૂની કેન્દ્ર સરકારના કામકાજને ધ્યાનમાં રાખીને પણ વોટિંગ કરશે. 
 
તાજેતરના દિવસોમાં કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલ અનેક અધ્યાદેશ. શ્રમ કાયદામાં સંશોધનની પહેલ. મોંઘવારી. ધર્માતરણ ઘર વાપસી અને સાંપ્રદાયિક તણાવ જેવા મુદ્દા લોકો વચ્ચે ચર્ચા અને વિવાદનો વિષય બન્યા છે.