ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2013 (15:25 IST)

દિલ્હીમાં 5 રૂ અને મુંબઈમાં 12 રૂપિયામાં ભરપેટ ભોજન - કોંગ્રેસી

P.R
દેશના નેતા કેટલા સંવેદનહીન થઈ ગયા છે, તેનુ એક ઉદાહરણ સત્તારૂઢ કોંગ્રેસ પાર્ટીના નેતા રશીદ મસૂદ અને રાજ બબ્બર છે. રશીદ મસૂદનું માનીએ તો દિલ્હીમાં માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળે છે. આ પહેલા કોંગ્રેસ પ્રવક્તા રાજ બબ્બરે આ દાવો કર્યો હતો કે આજે પણ મુંબઈમાં પુર્ણ ભોજન 12 રૂપિયામાં કરવુ શક્ય છે.

ગરીબી યોજના આયોગના તાજા આંકડાઓને યોગ્ય ઠેરવવા માટે કોંગ્રેસીઓ આવા નિવેદનો આપી રહ્યા છે. ગુરૂવારે જ્યારે રશીદ મસૂદને ગરીબી રેખાના માપદંડ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યુ કે દિલ્હીમાં લોકો માત્ર પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકે છે.

આ પહેલા બુધવારે બબ્બરે એઆઈસીસી બીફિંગમાં પ્રશ્નોના જવાબમાં આ વાત સમજાવવાનો પ્રયત્ન કરતા કહ્યુ કે કિમંતો વધવા છતા ગરીબી ઘટી છે.

કોંગ્રેસ પ્રવક્તાને ગરીબી નિર્ધારણ કરવા માટે વ્યય સીમાના ન્યૂનતમ કટઓફ વિશે પણ પૂછવામાં આવ્યુ હતુ અને એ પણ પૂછવામાં આવ્યુ હતુ કે કેવી રીતે કોઈ ગરીબ 28 રૂપિયા કે 32 રૂપિયા રોજ ખર્ચ કરીને બે સમયે પેટભરીને જમી શકવામાં સક્ષમ બની શકે છે.


બબ્બરે કહ્યુ, લોકોને દિવસમાં બે વાર ભરપેટ ભોજન મળવુ જોઈએ, એ કેવી રીતે મેળવી શકે છે. આ એક બહુ સારો પ્રશ્ન છે. જે તમે પૂછ્યો છે. આજે પણ મુંબઈ શહેરમાં હું 12 રૂપિયામાં એક સમયનુ પુર્ણ ભોજન કરી શકુ છુ, એ પણ વડાપાવ નહી. ભરપેટ દાળ-ભાત અને શાક.