ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 18 નવેમ્બર 2008 (21:52 IST)

દિલ્હીમાં ટ્રાફીકની જાણકારી મોબાઈલ પર

રાજધાની દિલ્હીની ખરાબ ટ્રાફીક હાલાતનો સામનો કરવા માટે દિલ્હી પોલીસે લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. જેમાં લોકોને શિક્ષણ આપવામાં આવશે, તેમજ એસએમએસ કરવામાં આવશે.

આ અભિયાન હેઠળ એસએમએસ, ટીવી અને રેડિયો દ્વારા તે અભિયાન ચલાવશે. તેમાં ટ્રાફીક અંગેની સુચના આપવામાં આવશે. તેમાં જે તે રસ્તા પર નહીં જવાની સુચના પણ આપવામાં આવશે.

ટ્રાફીકનાં જેસીપી એસએન શ્રીવાસ્તવનાં જણાવ્યા મુજબ આ કવાયત શહેરમાં લોકોનું આવન જાવન સરળ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે કોમનવેલ્થ ગેમ સમયે ટ્રાફીક ખૂબ જ રહેશે. તે સ્થિતિમાં અત્યારથી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. તેમજ ખાનગી વાહનોની સંખ્યા ઓછી કરવા પ્રયત્નશીલ છીએ.