શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 13 ડિસેમ્બર 2014 (15:08 IST)

દિલ્હીમાં ભાજપાને પુર્ણ બહુમત મળી શકે છે - પોલ

નવી દિલ્હીના આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 45 સીટો પર જીત મેળવી પુર્ણ બહુમતીવાળી  સરકાર બનાવી શકે છે. જ્યારે કે આમ આદમી પાર્ટી(આપ) 17 સીટો પર જીત  નોંધાવી શકે છે. 
એબીપી-નીલસનના એક ઓપિનિયન પોલ મુજબ ભાજપાને પુર્ણ બહુમત મળવાની શક્યતા છે. જ્યારે કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ માટે સૌથી પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. 
 
આ ઓપિનિયન પોલ દિલ્હીમાં વીતેલા 4 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે 35 વિધાનસભા ક્ષેત્રોમાં કરાવવામાં આવ્યુ જેમા 6409 લોકોએ ભાગ લીધો. 
 
સર્વેમાં ભાગ લેનારા 43 ટકા લોકોએ કેજરીવાલનુ નામ પસંદ કર્યુ છે.  ત્યારબાદ ભાજપા નેતા અને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનુ નામ છે. જેના પક્ષમાં 39 ટકા લોકોએ પોતાના વિચાર જાહેર કર્યા. 
 
સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસને દિલ્હીની 70 સભ્યોની વિધાનસભામાં સાત સીટો મળી શકે છે. સર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી અડધાનુ માનવુ હતુ કે ભાજપા આગામી ચૂંટણી પછી દિલ્હીમાં સરકાર બનાવશે. જ્યારે કે 38 ટકા લોકોનુ માનવુ હતુ કે આપ સરકાર બનાવશે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના પ્રદર્શનને 74 ટકા લોકોએ સારુ કે ખૂબ જ સારુ જણાવ્યુ છે. બીજી બાજુ 65 ટકા લોકોએ કેજરીવાલના પ્રદર્શનને સારુ કે ખૂબ જ સારુ કહ્યુ છે. મોદી 58 ટકા લોકોની પસંદ સાથે દિલ્હીમાં સૌથી લોકપ્રિય નેતા બન્યા છે.  જ્યારે કે કેજરીવાલને 33 ટકા લોકોએ પસંદ કર્યા છે. રાહુલ ગાંધીને માત્ર 7 ટકા લોકોએ પસંદ કર્યા.