શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની શક્યતા

.
P.R
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દિલ્હી વિધાનસભાને ભંગ નહી કરવામાં આવે. પણ તેને બદલે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. મતલબ એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં હાલ ચૂંટણી નહી થાય. બીજેપીએ પણ આગળની રણનીતિની જાહેરાત કરતા કહ્યુ કે તેઓ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ધરણા પર બેસશે. આ ધરણા પ્રદર્શન જંતર મંતર પર 16-18 ફેબ્રુઆરી સુધી ચાલશે.

પ્રશાંત ભૂષણ બોલ્યા અમે નહોતા ઈચ્છતા કે સરકાર પડી ભાંગે

બસ 49 દિવસમાં જ સીએમની ખુરશી પરથી અરવિંદ કેજરીવાલે રાજીનામુ આપી દેતા 'આપ' ના સંસ્થાપક સભ્યોમાંથી એકૢ પ્રશાંત ભૂષણે કહ્યુ છે કે તે નથી ઈચ્છતા કે કેજરીવાલ સરકાર પડી ભાંગે. પણ કોંગ્રેસ ભાજપાએ મળીને આવી પરિસ્થિતિ ઉભી કરી કે કેજરીવાલે રાજીનામુ આપવુ પડ્યુ. હવે અરવિંદ કેજરીવાલ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સ્વતંત્ર થઈ ગયા છે. 'આપ' લોકસભા ચૂંટ્ણીને લઈને શનિવારે બેઠક પણ કરી રહી છે. અને શનિવારથી જ પાર્ટી ઝાડુ યાત્રાની શરૂઆત કરી રહી છે. બીજી બાજુ 'આપ' ના બાગી સાંસદ વિનોદ કુમાર બિન્નીએ ભાજપમાં જવાના સંકેત આપ્યા છે.

દિલ્હીમાં સરકાર નહી બનાવે બીજેપી - ગડકરી

દિલ્હીમાં સરકાર બનાવવાને લઈને બીજેપીએ શનિવારે પોતાના વલણને સ્પષ્ટ કર્યુ. બીજેપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીએ કહ્યુ છે કે બીજેપી દિલ્હીમાં સરકાર નહી બનાવે અને તે સામાન્ય ચૂંટણી લડવી પસંદ કરશે. તેમણે કહ્યુ કે બીજેપી પાસે દિલ્હીમાં સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમત નથી. આ પહેલા બીજેપી નેતા હર્ષવર્ધને પણ કહ્યુ હતુ કે તે રાજધાનીમાં ચૂંટણી માટે તૈયાર છે. જો કે સરકાર બનાવવાનો નિર્ણય તેમણે ઉપરાજ્યપાલ પર છોડી દીધો છે. તેમણે કહ્યુ કે રાજ્યપાલ જે નિર્ણય લેશે તે મંજૂર હશે.

કેજરીવાલ ન ગયા ઓફિસ

રાજીનામુ આપ્યા બાદ કેજરીવાલ 6 દિવસ સુધી મુખ્યમંત્રીના પદ પર કાયમ રહેશે. પણ શનિવારે તેઓ ઓફિસ નહી ગયા. ઘરથી નીકળી તેઓ સમર્થકોને મળ્યા. લોકો આજે પણ ફરિયાદ લઈને કેજરીવાલ પાસે પહોંચ્યા.

કેજરીવાલના રાજીનામા પછી આપ વિધાયક મનીષ સિસોદિયાએ શનિવારે કહ્યુ કે તે ફરીથી જનતાની વચ્ચે જશે અને કોંગ્રેસ અને બીજેપીની મિલીભગતના લોકોને જણાવશે. તેમણે કહ્યુ કે પડદા પાછળ કોંગ્રેસ અને બીજેપી એક છે. સિસોદિયાએ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચાર દૂર કરનારા જનલોકપાલ બિલના સમર્થનમાં બેંનેમાંથી કોઈ પાર્ટી આગળ ન આવી.