બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

દિલ્હીમાં વિસ્ફોટ, 1નું મોત

PTIPTI

દક્ષિણ દિલ્લીના મેહરોલીમાં જહાજમહલમાં લાગનારા ફૂલ બજારની નજીક લાગતા ફૂલ બજાર નજીક આજે બપોરે સવા બે વાગે થયેલા વિસ્ફોટમાં લગભગ 25થી વધું લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે એક બાળકનું મોત થયાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલોને અખિલ ભારતીય આયુવિર્જ્ઞાન સંસ્થામાં દાખલ કર્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્ફોટ કંઈ રીતે થયો તેની તપાસ થઈ રહી છે અને લોકોને દરેક રીતે મદદરૂપ થવા માટેની અપીલ કરવામાં આવી છે આ મેહરોલીનુ મુખ્ય બજાર છે અને શનિવારને કારણે અહીં વધુ ગર્દી રહે છે.

બજારમાં હાજર લોકોના જણાવ્યા મુજબ બે છોકરાઓ મોટર સાઈકલ ઉપર આવ્યા હતા અને કાળી પોલીથીનને એક દુકાનની આગળ મૂકીને ચાલ્યા ગયા હતા. સંતોષ નામનો બાળક આ પેકેટ ઉઠાવવા જતાં વિસ્ફોટ થઈ ગયો. હતો.જેમાં તેનું મોત થયું હતું,

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ આ વિસ્ફોટ સ્થળથી લગભગ સો મીટરના અંતરે ઉભો હતો અને તેને એક બાળકને એક પેકેટ ઉઠાવતા જોયો અને અચાનક જોરદાર ધમાકો થયો હતો જેને પગલે ભાગદોડ મચી ગઈ હતી. જેનો ફાયદો ઉઠાવીને આ શખઅસો મોટર સાઈકલ ઉપર ફરાર થઈ ગયા હતા. તેઓએ ટી શર્ટ અને ડેનિમ જીન્સ પેન્ટ પહેરેલ હોવાનું બહાર આવ્યું છે.

ટીફીન બન્યું મોત !
બે બાઇક સવાર છોકરાઓ મોટર સાયકલ ઉપર આવ્યા હતા અને અહીની એક દુકાન આગળ એક ટીફીન મુકી ચાલ્યા હતા. જે જોઇ ગયેલા સંતોષે તેમને બૂમ મારી રોક્યા હતા કે સાહેબ તમારૂ પેકેટ પડી ગયું છે. પરંતુ બાઇક સવારો રોકાયા ન હતા. જેથી કુતૂહલવશ સંતોષે જોવા જતાં ધમાકો થયો હતો. જેમાં તેનું મોત થયાનું જાણવા મળે છે.

એમોનિયમ નાઇટ્રેટનો થયો ઉપયો
અહીં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એમોનિયમ નાઇટ્રેટ અને પાઇપનો ઉપયોગ કરાયો હતો. જેમાં છરા સહિતનો ઉપયોગ કરાયો હતો. જેનાથી અંદાજે 25થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.