શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

દુશ્મન દેશનો જ હાથ છે : નરેન્દ્ર મોદી

દેશ માટે શહિદ થયેલા જવાનોને મારી સલામ છે, અને દેશમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાને જોઈ મારાથી રહેવાયુ નહી એટલે હુ મુંબઈની મુલાકાતે આવ્યો છું, અને હું ઘટનાસ્થળની મુલાકાત લેવા માંગતો હતો પરંતુ મુંબઈ સરકારે મને પરવાનગી આપી નહી.       
નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ પહોચી શહિદ થયેલા એટીએસના જવાનોના ઘરે જઈ તેમના પરિવારની મુલાકાત લીધી હતી.

અહીં પત્રકારોને સંબોધતા મોદીએ કહ્યુ હતુ કે દેશ માટે શહિદ થયેલા જવાનોને મારી સલામ છે, અને દેશમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલાને જોઈ મારાથી રહેવાયુ નહી એટલે હુ મુંબઈની મુલાકાતે આવ્યો છું, અને હું ઘટનાસ્થળની મુલાકાત લેવા માંગતો હતો પરંતુ મુંબઈ સરકારે મને પરવાનગી આપી નહી.

ગુજરાતરફથશહિદોનરૂ. 1 કરો
નરેન્દ્ર મોદીમુંબઈમાઆતંકવાદીસામેનઅથડામણમાશહીથયેલપોલીજવાનોનપરિવારોનમળ્યા તથા અથડામણમાં દેશ માટે શહિદ થયેલા પોલીસ જવાનો, સુરક્ષા જવાનો તથા અન્ય દળના શહીદો માટે ગુજરાત સરકાર તરફથી 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ આપવાની જાહેરાત કરી હતી.

વડાપ્રધાને નિરાશ કર્ય
નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ગુરૂવારે વડાપ્રધાન મનમોહન સિંહે ઘટનાના પગલે કરેલ રાષ્ટ્ર જોગ કરેલું નિવેદન મને ખુબ જ નિરાશાજનક લાગ્યુ. મને મનમોહન સિંહ પાસે ઘણી આશા હતી, પરંતુ તેમણે નિરાશાજનક ભાષણ કરી આશા પર પાણી ફેરવી દીધુ હતું.

આતંકીઓ પાકિસ્તાનમાંથી સમૂદ્રીમાર્ગે આવ્યા છે અને પાકિસ્તાનમાં જ આ સડયંત્ર રચાયુ હતું. દુશ્મન દેશમાંથી જ આતંકવાદીઓને મોકલવામાં આવ્યા છે.

વિશ્વના દેશો આતંકવાદને પોષનાર પડોશી દેશ સામે કડક પગલા ભરે તેવી વિનંતી તેમણે કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મુખ્યમંત્રીઓની બેઠકમાં મે જણાવ્યુ હતુ કે આપણા માછીમારો ભાઈઓ અને તેમની બોટો પાકિસ્તાનની મરિન પોલીસ કેદમાં લઈ લે છે અને તેને દુરઉપયોગ કરે છે. માટે પાકિસ્તાન સરકાર પાસેથી તે બોટોને પાછી મેળવી લેવાનો અનુરોધ મે કર્યો હતો, પણ તે અંગે કોઈ પગલા લેવાયા ન હતાં.

મંત્રીઓની બેઠક બોલાવે પીએમ:
નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આતંરરાષ્ટ્રીય સંગઠને આતંકવાદ વિરૂદ્ધ સંગઠીત થઈ પગલા લેવા જોઈએ. કારણ કે દેશના સમૃદ્ધ રાજ્યો મુંબઈ અને ગુજરાતને નિશાનો બનાવવામાં આવે છે તે ગંભીર બાબત છે.

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને અનુરોધ કરતા જણાવ્યુ હતુ કે તેઓ મુખ્યુમંત્રીઓની તાત્કાલિક બેઠક બોલાવે અને આ ગંભીર મામલે ચર્ચા કરી તેની સામે કડક પગલાં લેવાવા જોઈએ.