શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

દૂધીનુ જ્યુસ સ્વાસ્થ્યવર્ધક - રામદેવ

N.D
જાણીતા યોગાચાર્ય બાબા રામદેવે લોકોને દૂધીનુ જ્યુસ વધુમાં વધુ પીવાની સલાહ આપતા કહ્યુ કે આ જ્યુસને ઠંડીમાં સ્વાસ્થયવર્ધક માનવામાં આવે છે.

નિષ્કાળજી પૂર્વક જો કોઈ કડવી દૂધીનો પ્રયોગ કરી લે છે તો તેણે સૌ પર્થમ ઈલાજ દ્વારા તરત જ ઉલ્ટી કરવી અને થોડી થોડી માત્રામાં સામાન્ય દૂધી ચુસી લેવી.

દૂધી અને કારેલાનુ જ્યુસ મિક્સ કરીને પીવાથી સીએસઆઈઆરના એક વૈજ્ઞાનિકનુ મૃત્યુ થવા સંબંધી સમાચાર પર તેમણે કહ્યુ કે જે વ્યક્તિ છેલ્લા ચાર વર્ષથી દૂધીના જ્યુસનુ સેવન કરી રહ્યો છે, તે એક થોડીક અસાવધાનીથી તેના જીવનને નુકશાન થઈ ગયુ

સ્વામી રામદેવે જણાવ્યુ કે દૂધીનુ જ્યુસ પીનારાઓને સલાહ આપવામાં આવે છે કે તે દૂધી અને કારેલાનુ જ્યુસનુ સેવન એકસાથે નહી કરે જેથી કડવી દૂધીનુ સેવન કર્યાનો ભ્રમ રહે નહી.

તેમણે કહ્યુ કે દૂધીનુ સેવન ઠંડીમાં ગુણકારી રહે છે. તેમણે લોકોને કડવી દૂધીનુ જ્યુસ નહી પીવાની સલાહ આપી.

રામદેવે કહ્યુ કે દૂધીમાં કડવાપણુ 'ટેટ્રોસાઈક્લિક ટ્રાઈટરપેનોઈડ કુકુરવિટાસીન'નામના ટોક્સિનને કારણે થાય છે. અમે અમારા અનુભવ અને શોધમાં જોયુ કે શરીરમાં વધુ પ્રમાણમાં કડવાપણું જવાથી ઉલ્ટી, ઝાડા અને રક્તસ્ત્રાવ થાય છે.

તેમણે કહ્યુ કે દૂધીના જ્યુસને યોગ્ય રૂપે સેવન કરવામાં આવે તો શરીર માટે દરેક રીતે લાભકારી છે. જેમા વિષનાશક ગુણ છે. આનુ જ્યુસ જાડાપણું, હાઈબીપી, અમ્લપિત્ત પિત્તજ રોગ, હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ્ને ઓછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.