શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|

દેશની સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ - મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોંઘવારી અને આતંકવાદ સહિત તમામ સમસ્યાઓના મૂળમાં કોંગ્રેસ હોવાનું કહી દેશને કોંગ્રેસથી જલ્દી મુક્ત કરાવવા લોકોને આહ્વાન કર્યું હતું.

મોદીએ આજે અહીંયા એક ચૂંટણી સભાને સંબોદન કરતાં કહ્યું હતું કે, દેશમાં થઇ રહેલી આતંકવાદી ઘટનાઓ જોતાં હવે ચેતાવણી આપવાનો કે નિવેદનબાજી કરવાનો સમય રહ્યો નથી. પરંતુ આતંકવાદના પડકાર માટે દેશમાં કઠોર નિર્ણય લેવાની જરૂરત છે.

તેમણે કહ્યું કે, આજે આમ નાગરિક અસુરક્ષિત છે. તેમણે દેશમાં વધી રહેલી મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લેતાં કહ્યું કે, કોંગ્રેસી નેતાઓ તમામ મામલે બોલી રહ્યા છે. પરંતુ મોંઘવારી મુદ્દે ચુપકીદી સાધી રહ્યા છે.

દેશમાં ભાર સમાન...
તેમણે કહ્યું કે, ઉંમરના હિસાબે પણ કોંગ્રેસ હવે 125 વરસની ઘરડી થઇ ગઇ છે. જે દેશનું ભાગ્ય બદલી શકે તેમ નથી અને દેશ ઉપર ભાર સમાન છે. જેનાથી જલ્દી મુક્ત થઇએ એટલું સારૂ છે.

વોટ બેંકની રાજનીતિ...
તેમણે કહ્યું કે દેશમાં બે વહેણ ચાલી રહ્યા છે, એક વોટ બેંકની રાજનીતિ અને બીજી વિકાસની રાજનીતિ. કોંગ્રેસ છેલ્લા 50 વર્ષોથી વોટ બેંકની રાજનીતિ કરી રહી છે જ્યારે ભાજપ વિકાસના વહેણ ઉપર ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે રાજ્યની પ્રજાએ કોંગ્રેસને ઓળખી લીધી છે તેમણે ફરી ત્યાં એને ઘુસવા નથી દીધી.