ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 26 જાન્યુઆરી 2010 (12:04 IST)

દેશને બીજી હરિત ક્રાંતિની જરૂર : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે દેશમાં વધતી મોંઘવારીની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દેશને બીજી હરિત ક્રાંતિઓની આવશ્યકતા છે. સાથે જ તેમણે કેન્દ્ર સરકારથી કૃષિ ઉત્પાદનોની ઉપલબ્ધતા સુનિશ્વિત કરવા અને બીજી હરિત ક્રાંતિની દિશામાં તુરંત પગલું ભરવા માટે કહ્યું.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામ પોતાના સંબોધનમાં શ્રીમતી પાટિલે કહ્યું કે, આપણા દેશની જેમ પૂરા વિશ્વમાં ખાદ્ય વસ્તુઓની માંગ વધી રહી છે. આ સ્થિતિ આપણને સાવચેત કરે છે કે, આપણે કૃષિ ઉત્પાદન વધારવા પર ધ્યાન આપવું પડશે જેથી આપની ઉપલબ્ધતા સુનિશ્વિત થાય અને વધતી કીમતોથી બચી શકીએ.

તેમણે અપીલ કરી કે, બીજી હરિત ક્રાંતિની દિશામાં તુરંત પગલુ ભરવાની જરૂરિયાત છે અને ખેડૂતોને સહાય આપવા અને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પણ છે.