ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

દેશભરમાં ગણેશોત્સવની ધૂમ

આવો પવિત્ર દિવસ ક્યારેક જ આવે છે જ્યારે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને એક સાથે યાદ કરવામાં આવે. આ સુખદ મહાયોગ આજે છે, જ્યારે ગણેશ ચતુર્થી અને હરિતાલિકા(કેવડા) ત્રીજ બન્ને એક સાથે આવી રહ્યાં છે. દેશભરમાં આજે ગણેશોત્સવની ભાવેભેર ઉજવણી થઈ રહી છે.

આજે તહેવારોનો અનેરો સહોયોગ બની રહ્યો છે. ગણેશ ચતુર્થી અને હરિતાલિકા(કેવડા) ત્રીજનો તહેવાર 26 વર્ષ બાદ એક જ દિવસે આવી રહ્યો છે જેના કારણે આજે મહાયોગ પણ કહેવામાં આવી રહ્યો છે. માન્યતા છે કે, આ દિવસે ભગવાન શિવે પરશુરામને શસ્ત્ર ચલાવાનું જ્ઞાન આપ્યું હતું. તે ગણેજીને આ પ્રવિત્ર દિવસથી મહારાભાત લખવાનું શરૂ કર્યું હતું. આ દિવસે વ્રત રાખવાનું ખાસ મહત્વ રહે છે.

કહેવામાં આવે છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેની ઈચ્છા પૂર્ણ થાય છે, જ્યારે હરતાલિકા ત્રીજ સુખદ વૈવાહિક જીવન માટે છે. આ દિવસે ગૌરી અને શિવની પૂજા કરવામાં આવ્યે છે. આ તહેવારોને લઈને લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.